૧૬૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ ‘હું એક જ્ઞાનાનંદસ્વરૂપ અમૃતનો સાગર પ્રભુ જ્ઞાતા દ્રષ્ટા છું, અને જગત જ્ઞેય-દ્રશ્ય છે. પણ જગત મારામાં નથી કે હું જગતમાં નથી. અહાહા! મારી ચીજમાં પુણ્ય-પાપના ભાવ તો નથી પણ વર્તમાન અલ્પજ્ઞતા પણ મારી પૂર્ણ ચીજમાં નથી.’ આમ જેને અંતરમાં ચિદાત્મસ્વરૂપના ભાનપૂર્વક ભેદજ્ઞાન-આત્મજ્ઞાન પ્રગટ થયું છે અને એની પ્રતીતિ થઈ છે તે સમ્યગ્દ્રષ્ટિ થયો છે. તેને ધર્મની શરુઆત થઈ છે. જેમ આંખમાં પડળ હોય તે નીકળી જતાં નિધાન નજરે પડે છે તેમ રાગની એક્તાબુદ્ધિનાં પડળ દૂર થતાં આત્મા જેવો જ્ઞાનાનંદસ્વરૂપ છે તેવો નજરે પડે છે, અનુભવમાં આવે છે. આવો અનુભવ જેને થયો છે તે હવે પ્રશ્ન કરે છે કે-પચ્ચકખાણ શી રીતે થાય? રાગથી ભિન્ન આત્માનું ભાન તો થયું છે પણ હજુ અસ્થિરતાનો રાગ છે તેનો ત્યાગ શી રીતે થાય? આમ પૂછવામાં આવતાં તેના ઉત્તરરૂપે આ ગાથા કહે છેઃ-
‘આ ભગવાન જ્ઞાતાદ્રવ્ય’-જુઓ ‘ભગવાન’ થી ઉપાડયું. ભગવાનસ્વરૂપ જ આત્મા છે. કયારે? અત્યારે અને ત્રણેકાળ. જો અત્યારે ભગવાનસ્વરૂપ ન હોય તો પર્યાયમાં ભગવાનપણું કયાંથી આવશે? શું તે કયાંય બહારથી આવે છે? (ના). સ્વભાવથી ભગવાન-સ્વરૂપ છે તે પર્યાયમાં ‘એનલાર્જ’ પ્રગટ થાય છે. જો અત્યારે ભગવાનસ્વરૂપ ન હોય તો કયારેય પણ ભગવાન થઈ શકે નહિ. ૩૧-૩૨ ગાથામાં પણ ‘ભગવાન જ્ઞાનસ્વભાવ’ એમ આવી ગયું છે. અહીં સંસ્કૃત ટીકામાં ‘भगवत्’ શબ્દ પડયો છે. ભગ નામ લક્ષ્મી વત્ એટલે વાળો. આત્મા અનંત-અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળો પરિપૂર્ણ ભગવાન છે. ‘આ ભગવાન જ્ઞાતૃદ્રવ્ય’ એમ કહીને તેનું પ્રત્યક્ષપણું કહ્યું છે, કારણ કે જ્ઞાનીને ભગવાન આત્માનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન થઈ ગયું છે, અનુભવ થઈ ગયો છે.
‘આ ભગવાન જ્ઞાતૃદ્રવ્ય’-એમ લીધું છે. કારણ કે જે શિષ્યે પ્રશ્ન પૂછયો છે તેને જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું પ્રત્યક્ષ ભાન થયું છે. સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ આનંદનો નાથ સિદ્ધ સમાન આ આત્મા બાહ્ય લક્ષ્મીવાળો નથી. બાહ્ય લક્ષ્મી તો જડ છે, અને તેને જે પોતાની માને એ પણ જડ છે. જેમ ભેંસનો પતિ પાડો હોય છે તેમ જડનો પતિ પણ જડ છે. અહીં તો ચૈતન્યલક્ષ્મીના સ્વામીની વાત છે. ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય અને ૯૬ હજાર રાણીઓ વગેરે વૈભવ હોય છે. છતાં સમ્યગ્દર્શન હોવાથી એ બાહ્ય વૈભવનો હું સ્વામી છું એમ તે માનતા નથી. ‘હું તો અનંત અનંત જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મીથી ભરેલો ભગવાન છું’-એમ સ્વરૂપલક્ષ્મીનું સ્વામીપણું માને છે, કેમકે તેમને યથાર્થ શ્રદ્ધાન-જ્ઞાન થયેલાં છે.
ભગવાન આત્મા જ્ઞાતા છે, જાણનાર સૂર્ય છે, જ્ઞાનના પ્રકાશથી ભરપૂર છે. આવું જે જ્ઞાતાદ્રવ્ય (આત્મા) તે અન્યદ્રવ્યના નિમિત્તથી થતા વિકારીભાવપણે થાય એવો એનો