Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 464 of 4199

 

ગાથા ૩પ ] [ ૧૮૩ પરમેશ્વરની વાણી અને તેના આગમનું શું કહેવું? એકલું માખણ ભર્યું છે. સર્વજ્ઞદેવે શું કહ્યું, તેમણે શું કર્યું, આગમ શું કહે છે, ગુરુ શું ઉપદેશ આપે છે તથા સાંભળનારને કયારે ભેદજ્ઞાન થાય છે તે બધુંય બતાવ્યું છે. બીજી રીતે કહીએ તો પરમાગમની વાણીમાં જે ઉપદેશ છે એ જ નિમિત્ત થાય છે, અજ્ઞાનીનો ઉપદેશ (ભેદજ્ઞાન થવામાં) નિમિત્ત થતો નથી.

શું જાણીને જ્ઞાની થયો? કે હું તો જ્ઞાનમાત્ર જ છું એવી સ્વદ્રષ્ટિ કરતાં આ રાગાદિ પરભાવો જ છે એમ જાણીને જ્ઞાની સમકિતી થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડે છે. સ્વરૂપમાં એકાગ્ર થતાં પરભાવનો આશ્રય મટી ગયો તો પરભાવ છૂટી ગયો એનું નામ પચ્ચકખાણ એટલે ચારિત્ર છે. એક સેકન્ડનું પચ્ચકખાણ અનંતા જન્મ- મરણને મટાડે એવું છે. વીતરાગ પરમેશ્વરના માર્ગની આ રીત છે અને તે રીત દિગંબર ધર્મમાં જ છે, બીજે કયાંય નથી. આ જ જૈનધર્મ છે, બીજો કોઈ જૈનધર્મ નથી. પરંતુ જ્યાંસુધી આ સમજમાં ન આવે ત્યાંસુધી પોતાની માન્યતા ખોટી છે એમ કેમ માને? ‘જ્ઞાની થયો થકો સર્વ પરભાવોને તત્કાળ છોડી દે છે.’ ‘સર્વ પરભાવો’-એમ ભાષા છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પો જે પરભાવ છે તેને પણ તત્કાળ છોડી દે છે, અર્થાત્ તે (સ્થિરતાના કાળે) છૂટી જાય છે. એનું નામ ભગવાન રાગનો ત્યાગ કહે છે. જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા છે એવો બોધ થયો અને પોતે એમાં સ્થિર થયો તો રાગ છૂટી ગયો એનું નામ ભગવાન પચ્ચકખાણ કહે છે.

* ગાથા ૩પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

જ્યાંસુધી પરવસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાંસુધી જ મમત્વ રહે; અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી પરવસ્તુને પારકી જાણે ત્યારે બીજાની વસ્તુમાં મમત્વ શાનું રહે? અર્થાત્ ન રહે એ પ્રસિદ્ધ છે. જેમ લગ્ન પ્રસંગ હોય અને પોતાની સ્થિતિ સાધારણ હોય તો કોઈ અન્ય ગૃહસ્થને ત્યાંથી દાગીનો લઈ આવીને પહેરે છે. પણ તે સમયે પોતે શું સમજે છે? કે આ મારો દાગીનો નથી. બે દિવસમાં પાછો આપવાનો છે, કેમકે મમત્વ નથી. તેમ રાગાદિને પરપણે જાણ્યા એટલે પોતાની ચીજ નથી એમ જાણી તેને છોડી દે છે.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

अपरभावत्यागद्रष्टांतद्रष्टिः આ પરભાવના ત્યાગના દ્રષ્ટાંતની દ્રષ્ટિ अनवम् જૂની ન થાય એ રીતે अत्यन्तवेगात् यावत् न अवतरति અત્યંત વેગથી જ્યાંસુધી પ્રવૃત્તિને પામે નહિ-શું કહ્યું એ? જેમ વસ્ત્ર પર છે અને તેને ભૂલથી ઓઢીને સૂતો છે, પણ જ્યાં ખ્યાલમાં આવ્યું કે આ વસ્ત્ર પર છે ત્યાં વસ્ત્ર છૂટી ગયું, અભિપ્રાયમાંથી વસ્ત્ર જુદું પડી