ગાથા ૩પ ] [ ૧૮૭ છે. એના તરફનો જ્યાં ઝુકાવ થયો ત્યાં તો તરત જ અનુભૂતિ પ્રગટ થઈ ગઈ. આનું નામ પચ્ચકખાણ છે.
ભાઈ! જિનેન્દ્રનો માર્ગ અલૌકિક છે. એની પ્રાપ્તિ સ્વભાવથી થાય છે. એટલે કે તે સ્વભાવથી જણાય તેવો છે.
પ્રશ્નઃ– વ્રત, દયા, દાન આદિ શુભરાગ તેનું સાધન ખરું કે નહિ?
ઉત્તરઃ– ના. રાગથી ભિન્ન પડી અંદરમાં પ્રજ્ઞાછીણી મારવી એ જ એનું સાધન છે. પ્રજ્ઞા વડે અંદરમાં જવું એ તેનું સાધન છે. રાગ આદિ કોઈ અન્ય સાધન નથી. એ જ વાત અહીં કહી છે કે ‘स्वयम् इयम् अनुभूतिः आविर्बभूव’ આત્મામાં, કરણ કહો કે સાધન કહો-એ નામની શક્તિ ત્રિકાળ રહેલી છે. ગુણી એવા આત્માનો આશ્રય કરતાં એ પોતે જ (નિર્મળ) પર્યાયનું સાધન થઈ જાય છે.
સંસારમાં પણ કહે છે ને કે તમે આવ્યા તે પહેલાં જ આ કામ થઈ ગયું. એમ અહીં કહે છે કે-ભગવાન આત્માને પરભાવના ત્યાગનું જે દ્રષ્ટાંત તે પર દ્રષ્ટિ પડે તે પહેલાં જ એટલે કે દ્રષ્ટાંત પર લક્ષ જાય તે પહેલાં જ અંદરમાં ઉતરી ગયો. જ્યાં જવું હતું ત્યાં જોર વધી ગયું. એમાં પરના-રાગના ત્યાગની પણ અપેક્ષા રહી નહિ. આ જ્યાં જવું હતું ત્યાં જોર વધી ગયું. એમાં પરના-રાગના ત્યાગની પણ અપેક્ષા રહી નહિ. આ રાગ પર છે એમ સમજવા માટે ત્યાં દ્રષ્ટાંતનું પણ કામ રહ્યું નહિ. ‘झटिति’ એમ કહ્યું છે ને? પરભાવના જે દ્રષ્ટાંત કહ્યું એ ઉપર દ્રષ્ટિ પડે તે પહેલાં સમસ્ત અન્યભાવોથી રહિત પોતાના સ્વરૂપનું તત્કાળ અનુભવન થઈ ગયું. કારણ કે એ પ્રસિદ્ધ છે કે વસ્તુને પરની જાણ્યા પછી તેમાં લક્ષ રહેતું નથી. જે ચીજ પર જાણી એના પર મમત્વ નહિ રહેવાથી એનું લક્ષ રહેતું નથી. ભાઈ! વસ્તુ આવી છે. આ સિવાય બીજી કોઈ રીતે સોંઘું કરવા જશે તો મોઘું (દુષ્પ્રાપ્ય) પડશે. દુનિયા વ્રત, નિયમ, દયા, દાન, ઉપવાસાદિ ક્રિયાકાંડ વડે ધર્મ માને છે, મનાવે છે. પણ એમ સોંઘું કરવા જઈશ તો છેતરાઈ જઈશ. જિંદગી ચાલી જશે. (પરિભ્રમણ ઊભું રહેશે).