Pravachan Ratnakar (Gujarati). Gatha: 36.

< Previous Page   Next Page >


PDF/HTML Page 469 of 4199

 

ગાથા–૩૬

अथ कथमनुभूतेः परभावविवेको भूत इत्याशङ्कय भावकभावविवेकप्रकारमाह–

णत्थि मम को वि मोहो बुज्झदि उवओग एव अहमेक्को।
तं मोहणिम्ममत्तं समयस्स वियाणया बेंति।। ३६ ।।

नास्ति मम कोऽपि मोहो बुध्यते उपयोग एवाहमेकः।
तं मोहनिर्ममत्वं समयस्य विज्ञायका ब्रुवन्ति।। ३६ ।।

હવે, ‘આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું?’ એવી આશંકા કરીને, પ્રથમ તો જે ભાવકભાવ-મોહકર્મના ઉદયરૂપ, ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છેઃ-

નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું,
–એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬.

*ગાથાર્થઃ– [बुध्यते] એમ જાણે કે [मोहः मम कः अपि नास्ति] ‘મોહ મારો કાંઈ પણ સંબંધી નથી, [एकः उपयोगः एव अहम्] એક ઉપયોગ છે તે જ હું છું’- [तं] એવું જે જાણવું તેને [समयस्य] સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપના [विज्ञायकाः] જાણનારા [मोहनिर्ममत्वं] મોહથી નિર્મમત્વ [ब्रुवन्ति] કહે છે.

ટીકાઃ– નિશ્ચયથી, (આ મારા અનુભવમાં) ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપ થતું જે પુદ્ગલદ્રવ્ય તેના વડે રચાયેલો જે મોહ તે મારો કાંઇ પણ લાગતોવળગતો નથી, કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થે પરના ભાવ વડે *ભાવવું અશકય છે. વળી અહીં સ્વયમેવ, વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવામાં ચતુર અને વિકાસરૂપ એવી જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે એવા ચૈતન્યશકિતમાત્ર સ્વભાવભાવ વડે, ભગવાન આત્મા જ જાણે છે કે-પરમાર્થે હું એક છું તેથી, જોકે સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહનું (-એકક્ષેત્રાવગાહનું) નિવારણ કરવું અશકય હોવાથી મારો ____________________________________________________________ * આ ગાથાનો અર્થ આમ પણ થાય છેઃ-‘જરાય મોહ મારો નથી હું એક છું’ એવું

ઉપયોગ જ (-આત્મા જ) જાણે તે ઉપયોગને (-આત્માને) સમયના જાણનારા મોહ
પ્રત્યે નિર્મમ (મમતા વિનાનો) કહે છે

× ભાવવું = બનાવવું; ભાવ્યરૂપ કરવું.