Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 470 of 4199

 

ગાથા ૩૬ ] [ ૧૮૯

(स्वागता)
सर्वतः स्वरसनिर्भरभावं
चेतये स्वयमहं स्वमिहैकम्।
नास्ति नास्ति मम कश्चन मोहः
शुद्धचिद्धनमहोनिधिरस्मि।। ३० ।।

____________________________________________________________

આત્મા ને જડ, શિખંડની જેમ, એકમેક થઈ રહ્યાં છે તોપણ, શિખંડની માફક, સ્પષ્ટ અનુભવમાં આવતા સ્વાદના ભેદને લીધે, હું મોહ પ્રતિ નિર્મમ જ છું; કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય (આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ) એવો ને એવો જ સ્થિત રહે છે. (દહીં ને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે તેમાં દહીં ને ખાંડ એક જેવાં માલૂમ પડે છે તોપણ પ્રગટરૂપ ખાટા-મીઠા સ્વાદના ભેદથી જુદાં જુદાં જણાય છે; તેવી રીતે દ્રવ્યોના લક્ષણભેદથી જડ-ચેતનના જુદા જુદા સ્વાદને લીધે જણાય છે કે મોહકર્મના ઉદ્રયનો સ્વાદ રાગાદિક છે તે ચૈતન્યના નિજસ્વભાવના સ્વાદથી જુદો જ છે.) આ રીતે ભાવકભાવ જે મોહનો ઉદ્રય તેનાથી ભેદજ્ઞાન થયું.

ભાવાર્થઃ– આ મોહકર્મ છે તે જડ પુદ્ગલદ્રવ્ય છે; તેનો ઉદ્રય કલુષ (મલિન) ભાવરૂપ છે; તે ભાવ પણ, મોહકર્મનો ભાવ હોવાથી, પુદ્ગલનો જ વિકાર છે. આ ભાવકનો ભાવ છે તે જ્યારે આ ચૈતન્યના ઉપયોગના અનુભવમાં આવે છે ત્યારે ઉપયોગ પણ વિકારી થઈ રાગાદિરૂપ મલિન દેખાય છે. જ્યારે તેનું ભેદજ્ઞાન થાય કે ‘ચૈતન્યની શક્તિની વ્યક્તિ તો જ્ઞાનદર્શનોપયોગમાત્ર છે અને આ કલુષતા રાગ- દ્વેષમોહરૂપ છે તે દ્રવ્યકર્મરૂપ જડ પુદ્ગલદ્રવ્યની છે’, ત્યારે ભાવકભાવ જે દ્રવ્યકર્મરૂપ મોહનો ભાવ તેનાથી અવશ્ય ભેદજ્ઞાન થાય છે અને આત્મા અવશ્ય પોતાના ચૈતન્યના અનુભવરૂપ સ્થિત થાય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इह] આ લોકમાં [अहं] હું [स्वयं] પોતાની જ [एकं स्वं] પોતાના એક આત્મસ્વરૂપને [चेतये] અનુભવું છું [सर्वतः स्व–रस–निर्भर–भावं] કે જે સ્વરૂપ સર્વતઃ પોતાના નિજરસરૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે; માટે [मोहः] આ મોહ [मम] મારો [कश्चन नास्ति नास्ति] કાંઈ પણ લાગતોવળગતો નથી અર્થાત્ એને અને મારે કાંઈ પણ નાતો નથી. [शुद्ध–चिद्–घन–महः–निधिः अस्मि] હું તો શુદ્ધ ચૈતન્યના સમૂહરૂપ તેજઃપુંજનો નિધિ છું. (ભાવકભાવના ભેદ વડે આવું અનુભવ કરે.) ૩૦.

એવી જ રીતે, ગાથામાં ‘મોહ’ પદ છે તેને બદલી, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન-એ