૧૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ સોળ પદનાં જુદાં જુદાં સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
હવે શિષ્ય આશંકા કરીને પૂછે છે-આશંકા એટલે આપની વાત યથાર્થ નથી એમ શંકાશીલ થઈને નહિ પણ આપ શું કહો છો એ પોતાની સમજમાં બેઠું નથી તેથી સમજવા માટેના પ્રશ્નને આશંકા કહે છે. એમ આશંકા કરીને પૂછે છે કે-આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું? તેવી આશંકાના ઉત્તરરૂપે પ્રથમ, જે ભાવકભાવ- મોહકર્મના ઉદ્રયરૂપ ભાવ, તેના ભેદ્રજ્ઞાનનો પ્રકાર કહે છે.
નિશ્ચયથી એટલે ખરેખર ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપ થતો જે કર્મનો ઉદય, તેના વડે રચાયેલો જે ભાવ્યરૂપ મોહ તે મારો કાંઈ પણ લાગતો-વળગતો નથી. કર્મના નિમિત્તથી રચાતા મોહભાવને અને મારે કાંઈ પણ સંબંધ નથી, કેમ કે હું જ્ઞાયકભાવ છું અને રાગભાવ વડે મારું થવું એ અશકય છે. મારામાં મોહ છે જ નહિ. હું તો નિર્મોહી ભગવાન આત્મા છું. ૧૪ પ્રકારના અભ્યંતર પરિગ્રહ-મિથ્યાત્વ, ૪ કષાય અને ૯ નોકષાય તથા ૧૦ પ્રકારના બાહ્ય પરિગ્રહ-ક્ષેત્ર, વાસ્તુ, સોનું, ચાંદી, ધન, ધાન્ય, દાસ, દાસી, વસ્ત્ર અને વાસણ-એ સર્વ મારામાં છે જ નહિ. તેમ જ બાહ્ય પરિગ્રહ પ્રત્યેનો રાગ પણ મારામાં નથી. પરિગ્રહ પ્રત્યેની વૃત્તિ ઊઠે છે તે મારા સ્વરૂપમાં છે જ નહિ. જેને અભ્યંતર પરિગ્રહનો ત્યાગ છે તેને બાહ્ય પરિગ્રહનો ત્યાગ અસદ્ભૂત વ્યવહારનયે કહેવાય છે. જુઓ, વસ્ત્ર અને વાસણ એ બાહ્ય પરિગ્રહમાં કહ્યાં છે. એટલે વસ્ત્ર અને પાત્ર સર્વ પરિગ્રહત્યાગી નિર્ગ્રંથ મુનિને હોય જ નહિ.
અહીં કહે છે કે પુદ્ગલદ્રવ્ય ભાવકરૂપે થઈને મોહને રચે છે. અહીં જે મોહની વાત છે તે ચારિત્રમોહની વાત છે. સમક્તિ પછીની વાત છે, મિથ્યાત્વની વાત નથી. પર તરફના વલણવાળો જે ભાવ-રાગદ્વેષ છે તે મોહ છે. તે મોહ મારો કાંઈ પણ સંબંધી નથી. પર તરફની સાવધાનીનો જે ભાવ છે તે મારો નથી. મારા સ્વભાવ તરફની સાવધાનીનો જે ભાવ છે તે મારો છે. જ્ઞાનાનંદ સહજાનંદ પ્રભુ આત્માને અને પર તરફના સાવધાનીના ભાવને કાંઈ લાગતું-વળગતું નથી. ભાવક મોહકર્મ અને તેની તરફના વલણવાળો જે ભાવ છે તેની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી, કારણ કે એક ચૈતન્યધાતુ જ્ઞાયકસ્વભાવભાવનું પરમાર્થે પરના ભાવ વડે થવું-ભાવ્યરૂપ થવું અશકય છે.
ધર્મી જીવ આગળ વધીને પચ્ચકખાણ કરે છે એની આ વાત છે. જડ મોહકર્મ તે ભાવક છે અને આત્માનો ઉપયોગ જે પર તરફના વલણવાળો થઈને રાગદ્વેષભાવયુક્ત પરિણમે છે એ તેનું ભાવ્ય છે. પુદ્ગલદ્રવ્ય, ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ થઈને ભાવકરૂપે થાય છે ત્યારે તેના નિમિત્તે પર તરફનો વિકારીભાવ-મોહ રચાય છે. અહીં કહે છે કે આ મોહ મારો કાંઈપણ સંબંધી નથી કારણ કે હું તો જ્ઞાનદર્શનશક્તિની વ્યક્તતા રૂપ