૧૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ કોઈ લોકો એમ માને છે કે સાકરનો અને અફીણનો સ્વાદ આવે છે. પરંતુ એ તો જડ ચીજ છે. તેનો સ્વાદ કોઈને આવતો નથી. પરંતુ તે તરફનું લક્ષ કરીને આ ઠીક અને આ અઠીક એમ જે રાગદ્વેષ કરે છે એ રાગદ્વેષનો સ્વાદ આવે છે, તેનું વેદન થાય છે. અહીં કહે છે કે એ સ્વાદ પણ, જ્ઞાનસ્વભાવી અનાકુળ આનંદના સ્વભાવનો સાગર પ્રભુ આત્મા છે તેની વ્યક્ત દશાના સ્વાદથી ભિન્ન છે. આત્મા અને જડ, શિખંડની જેમ એકમેક થઈ રહ્યા છે તોપણ સ્વાદભેદને લીધે ભિન્ન છે. જેમ શિખંડમાં મીઠો અને ખાટો સ્વાદ ભિન્નભિન્ન છે તેમ જડ અને આત્માનો સ્વાદ અનુભવમાં સ્પષ્ટ ભિન્ન જણાય છે. જ્ઞાનીની વસ્તુના સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી, વસ્તુશક્તિની વ્યક્તતા જે આનંદ પ્રગટે છે તે સ્વાદમાં જણાય છે. તેથી કહે છે કે-આમ સ્વાદ ભેદને લીધે હું મોહ પ્રતિ નિર્મમ છું.
અહીં મોહની વાત કરી છે તેમાં પર તરફના રાગાદિ બધાય ભાવો આવી જાય છે. તેનો સ્વાદ કલુષિત છે, જ્યારે ભગવાન આત્માનો સ્વાદ આનંદ છે, જે કલુષિતતાથી ભિન્ન છે. તેથી મોહ પ્રત્યે હું નિર્મમ જ છું. કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી હું તો એકરૂપ જ્ઞાયક છું. જ્ઞાયકપણાના લીધે જ્ઞાનપણાના પરિણમન સહિત એવો ને એવો સદાય સ્થિત છું. અહાહા! કર્મના નિમિત્તથી-ભાવકથી જે રાગાદિ ભાવ્ય થાય છે તેનો સ્વાદ અને જ્ઞાયકસ્વભાવની પરિણતિમાં જે આનંદ આવે છે તેનો સ્વાદ ભિન્ન છે એમ ભેદજ્ઞાન થવાથી હું તો એકરૂપ-જ્ઞાયકરૂપે જ છું. આ બીજો સ્વાદ છે એ બીજાનો છે, મારો નથી એમ જણાય છે.
દહીં અને ખાંડ મેળવવાથી શિખંડ થાય છે. એમાં દહીં અને ખાંડ એકમેક જેવાં માલુમ પડે છે તોપણ પ્રગટ ખાટા-મીઠા સ્વાદના ભેદથી બન્ને જુદાં જુદાં જણાય છે. તેવી રીતે દ્રવ્યકર્મના ઉદયનો સ્વાદ જે રાગાદિ છે તે, ભગવાન જ્ઞાયકસ્વભાવની જે પરિણતિ પ્રગટ થાય છે તેનાથી સ્વાદભેદને લીધે ભિન્ન છે. દ્રવ્યકર્મ જે જડ છે તે ભાવક છે અને તેના તરફનો ભાવ્યરૂપ જે રાગ છે તેના સ્વાદની જાત આત્માથી ભિન્ન છે. રાગનો સ્વાદ કલુષિત આકુળતામય છે અને ભગવાન આત્માનો સ્વાદ અનાકુળ આનંદ છે. આમ સ્વાદભેદથી-લક્ષણભેદથી ભેદજ્ઞાન કરવું એ ધર્મધારા છે, ધર્મ છે. કર્મના સંબંધે જેટલી અસ્થિરતા-વ્યાકુળતા થાય છે તે મારી ચીજ નથી, કેમ કે હું તો જ્ઞાયકસ્વભાવી ચૈતન્યમાત્ર છું. મોહ-રાગાદિ અને જ્ઞાયકભાવ એમ બેપણે હું નથી. હું તો એક જ્ઞાયકમાત્ર જ છું, એકરૂપ જ છું એમ જે આત્માના ઉપયોગથી જાણે છે તેને સમયના જાણનારાઓ મોહનિર્મમ કહે છે. અંતઃસ્વભાવની સાવધાનીના ઉપયોગમાં રાગનો સ્વાદ આવતો નથી તેથી તેના પ્રત્યે નિર્મમત્વ થાય છે, તે જ્ઞાની રાગમાં જોડાતો નથી. અહીં પરિપૂર્ણ સ્થિરતા થઈ તદ્ન જુદો પડી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાંસુધીની વાત લીધી છે.
ચૈતન્યદળ જે વસ્તુ આખી છે, જે જીવતર શક્તિ, ચૈતન્યશક્તિ, સુખશક્તિ,