Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 478 of 4199

 

ગાથા ૩૬ ] [ ૧૯૭ આવો ચિદ્ઘનપરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભંડાર-તે હું છું એમ જેના અનુભવમાં આવે છે તે અનુભવ એક નિર્વિકારી કર્મ-કાર્ય છે, અને તેને મોક્ષમાર્ગ કહે છે.

કર્મ અર્થાત્ કાર્ય-પર્યાય. આત્મામાં કર્મ નામનો ત્રિકાળ ગુણ છે. તેથી કાર્ય- પર્યાય તે કર્મ ગુણમાંથી આવે છે. એ કર્મ ગુણનું રૂપ બીજા અનંત ગુણોમાં છે. એક ગુણમાં બીજો ગુણ નથી, પણ એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. ર્ક્તા ગુણનું રૂપ, કર્મ ગુણનું રૂપ વગેરેનું રૂપ બીજા અનંત ગુણમાં છે. એક ગુણમાં કે એક ગુણના આશ્રયે બીજો ગુણ છે એમ નહિ. ગુણો તો સર્વ દ્રવ્યના આશ્રયે છે. પણ એક ગુણમાં બીજા ગુણના રૂપનું સામર્થ્ય છે. કર્તા ગુણ છે તે જ્ઞાનગુણથી ભિન્ન છે. પણ જ્ઞાનગુણમાં કર્તા ગુણનું રૂપ છે. તેવી રીતે કર્મગુણનું પણ રૂપ છે. આવો શુદ્ધ ચૈતન્યઘનનો નિધિ હું છું એમ જ્ઞાની અનુભવે છે. અહાહા! તેના સ્વભાવના સામર્થ્યની શું શક્તિ છે! રાગરૂપે થવું એ કોઈ શક્તિ કે ગુણ નથી. વસ્તુ તો શુદ્ધ ચિદ્ઘન એટલે શુદ્ધ આનંદઘન, શુદ્ધ જ્ઞાનઘન, શુદ્ધ વીર્યઘન-એમ અનંતા ગુણનું ઘન-સમૂહ છે. ભાઈ! તેને પ્રાપ્ત કરવા કેટલો પુરુષાર્થ જોઈએ?

વીર્યનો વેગ જ્યાં અંતરમાં વળે છે ત્યાં જ્ઞાની એમ અનુભવે છે કે હું તો પૂર્ણસ્વરૂપ નિધિ છું. હું શરીર નથી, રાગ નથી, પુણ્ય-પાપ નથી અને અલ્પજ્ઞ પણ નથી, તેમ જ એકગુણરૂપ પણ નથી; હું તો અનંતા ગુણનું એક નિધાન-ખાણ છું.

* ગાથા ૩૬ઃ ટીકા (પછીનો અંશ) ઉપરનું પ્રવચન *

આવી જ રીતે ગાથામાં જે ‘મોહ’ પદ છે તેને બદલીને રાગ લેવો. રાગના ભાવકપણે હું નથી. કર્મ ભાવક છે અને તેનું ભાવ્ય રાગ છે. તે હું નથી. હું તો જ્ઞાયક છું. તેથી તે મારા જ્ઞાનમાં જણાવા યોગ્ય છે. પરંતુ તે રાગ મારા જ્ઞાનની પર્યાયમાં (તદ્રૂપ) આવી જાય એવું મારું સ્વરૂપ નથી. એવી જ રીતે દ્વેષ પણ જે કર્મ ભાવક છે તેનું ભાવ્ય છે. પણ તે જ્ઞાયકનું ભાવ્ય નથી. જ્ઞાયકનું ભાવ્ય તો દ્વેષને લક્ષમાં લીધા વિના જાણવું તે છે. તે જ પ્રમાણે ક્રોધ એ કર્મ-ભાવકનો ભાવ છે પણ જ્ઞાયકનો ભાવ નથી. હા, જ્ઞાયકનું ભાવ્ય જે જ્ઞાન તે જ્ઞાનમાં ક્રોધ જણાય છે ખરો, પણ તે ક્રોધ તે હું નહિ. જ્ઞાનમાં ક્રોધ જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનની પર્યાયનું સ્વપરપ્રકાશકરૂપ વ્યક્ત થાય છે, અને તે હું છું પણ ક્રોધ હું નથી. આ તો પ્રવીણ એટલે વિચક્ષણ પુરુષના અનુભવની વાત છે.

અહાહા! ભગવાનના મુખેથી છૂટતી દિવ્યધ્વનિ કેવી હશે! આખા લોકના સ્વામી ઇન્દ્રો અને ગણધરો સભામાં સાંભળતા હોય અને ભગવાનના શ્રીમુખેથી અમૃતનો ધોધ વહેતો હોય એ વાણીમાં કેટકેટલું સ્પષ્ટીકરણ આવે? આચાર્ય ભગવંતો જો આટલી ચમત્કારિક વાતો કરે છે તો ભગવાનની દિવ્યધ્વનિની શી વાત! અહાહા! પંચમ આરાના છદ્મસ્થ મુનિઓ એમ કહે છે કે-અમે તો પૂર્ણ નિધિ છીએ. એમાંથી અનંત આનંદ