૨૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
અનાદિથી આત્માનો સ્વભાવ સ્વપરપ્રકાશકના સામર્થ્યવાળો છે. તેથી સ્વતત્ત્વ પરને પ્રકાશે છે તે પરની હયાતીના કારણે પ્રકાશે છે એમ નથી. ખરેખર તો પર સંબંધી પોતાનું જે જ્ઞાન છે તેને તે પ્રકાશે છે. આવી વાત છે ત્યાં મારા પૈસા, મારો દેહ, મારી પત્ની, મારાં સંતાન ઇત્યાદિ કયાં રહ્યું? કોનાં છોરું અને કોનાં વાછરું? કોનાં મા અને બાપ? ભગવાન! કોના દેશ અને પરદેશ? બાપુ! તારો દેશ તો પ્રભુ અસંખ્ય પ્રદેશી અંદર છે, તેમાં અનંત ગુણની પ્રજા વસે છે. અને સ્વરૂપમાં રહીને એકલું જાણવું એ જ તારો સ્વભાવ છે. અહીં મુખ્યપણે જ્ઞેયજ્ઞાયકની વાત કરવી છે, કેમકે બીજા ગુણો કરતાં તે જ્ઞાનસ્વભાવ અસાધારણ શક્તિ ધરાવે છે. જ્ઞાન સિવાય બીજી શક્તિઓ તો નિર્વિકલ્પ પણે સત્તા ધરાવે છે. જ્ઞાનશિક્ત સવિકલ્પ છે. અર્થાત્ સ્વ અને પરને જાણવાના સામર્થ્યવાળી તે એક જ શક્તિ છે. આવી જ્ઞાનસ્વભાવી વસ્તુમાં પરને મારી શકું કે પરની દયા પાળી શકું કે પર પાસેથી કાંઈ લઈ શકું-એવું કયાં છે? અરે! શાસ્ત્રને જાણતાં, શાસ્ત્રમાંથી જાણવાની પર્યાય આવે છે એમ નથી, કેમકે શાસ્ત્ર તો પર છે, પુદ્ગલમય છે જયારે જ્ઞાનપર્યાય તો જ્ઞાયક ભગવાન જે સ્વપરને પ્રકાશવાના સામર્થ્યરૂપ તત્ત્વ છે તેનાથી થાય છે. અહાહા? તેથી ધર્મી એમ માને છે કે-મારે પરદ્રવ્યો સાથે કાંઈ સંબંધ નથી. તેઓ મારા કાંઈ સંબંધી નથી. દેવ મારા સંબંધી નથી, ગુરુ મારા સંબંધી નથી અને મંદિર પણ મારું નથી. હું તો એક ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છું, પરમાં ગયા વિના અને પર વસ્તુ મારામાં આવ્યા વિના તેને જાણવાના સ્વભાવવાળો છું.
સર્વ પરદ્રવ્યો મારાં સંબંધી નથી કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્ત્વ તો હું છું. હું તો જ્ઞાયકસ્વભાવના-સ્વરસના સત્નું સત્ત્વ છું. હું આત્મા સત્ અને જ્ઞાયકપણું એ મારું સત્ત્વ છે. તેથી જ્ઞાયકસ્વભાવપણાથી હું અંતરંગ તત્ત્વ છું અને તે પરદ્રવ્યો, મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળાં હોવાથી પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. અહાહા! સિદ્ધ ભગવાન અને સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત પરમેષ્ઠી પણ મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા છે. તેથી તેઓ પરમાર્થે બાહ્યતત્ત્વપણાને છોડવા અસમર્થ છે. બાહ્ય પદાર્થો મારા સ્વભાવથી ભિન્ન છે અને પોતાના સ્વભાવને છોડવા અસમર્થ છે. અર્થાત્ તેઓ પોતાના સ્વભાવમાં જ ટકી રહેતા હોવાથી પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી. બાહ્ય અનંત તત્ત્વો - પરજ્ઞેયો પોતાની હયાતી-પોતાના સ્વભાવનું સત્ત્વ છોડવા અસમર્થ છે અને હું મારું અંતરંગતત્ત્વ જે જ્ઞાયકપણું છે તે છોડવા અસમર્થ છું. જ્ઞાન સ્વ અને પરને પોતાની અસ્તિમાં રહીને જાણતું હોવાથી જ્ઞેય જ્ઞાનમાં પેસતું નથી તથા જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. આમ બે વિભાગ તદ્ન જુદા છે-(૧) અંતરંગતત્ત્વ જ્ઞાયક પોતે અને (૨) બાહ્યતત્ત્વ સર્વ પરજ્ઞેયો. જુઓ, આ જ્ઞેયભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે.
જ્ઞેયભાવથી તારું તત્ત્વ જુદું છે એમ તું અનુભવ. તારી દ્રષ્ટિને ત્રિકાળીતત્ત્વ જ્ઞાયક