૨૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ કર્યા ઇત્યાદિ બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ માની મૂર્છાઈ ગયો પણ એ તો બધાં થોથેથોથાં છે. એ તો શુભવિકલ્પ છે. પણ ભગવાન આત્મા નિર્વિકલ્પ છે. એમાં તે વિકલ્પ કયાં છે? હું શુભ વિકલ્પવાળો એમ વિચારવાને બદલે હું ચૈતન્યઘનસ્વરૂપ અનાદિ અનંત તત્ત્વ છું એમ વિચારને? જ્ઞાની તો કહે છે કે હું તો અનાદિ અનાકુળ આત્માને અનુભવતો ભગવાન છું.
અજ્ઞાનીને પણ જડનો સ્વાદ આવતો નથી. ફક્ત તેના ઉપર લક્ષ કરીને ‘આ ઠીક છે’ એમ રાગનો સ્વાદ તેને આવે છે. પરંતુ ધર્મી તો કહે છે કે રાગનો ભાવ પણ પર છે. તે મારા જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે હયાતી રાખનાર તત્ત્વ છે-એમ જણાય છે. એ રાગ છે માટે એને જાણું છું એમ નથી. તથા રાગને, એનામાં પ્રવેશ કરીને જાણું છું એમ પણ નથી. ભાઈ! તને તારા સ્વભાવના સામર્થ્યની ખબર નથી, શ્રદ્ધા નથી. એક સમયમાં લોકાલોકને જાણે એવો તારો સ્વભાવ છે. ભલે શ્રુતજ્ઞાન હો. શ્રુતજ્ઞાન પરોક્ષ છે અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એટલો જ ફેર છે. શ્રુતજ્ઞાનમાં પણ પોતે પોતાને જાણતાં પોતાની હયાતીમાં, લોકાલોક જણાઈ જાય છે. ખરેખર તો લોકાલોક જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે. અહાહા! વીતરાગનો માર્ગ બહુ ઝીણો છે, ભાઈ!
ભગવાન આત્મા જાણે છે કે હું તો પ્રગટ નિશ્ચયથી એક જ છું. પર અનેક જ્ઞેયોને જાણતાં હું અનેકરૂપ થતો નથી. અનેક પરજ્ઞેયોને જાણતાં છતાં હું અનેકમાં જતો નથી, અને તે અનેક જ્ઞેયો મારા જ્ઞાનમાં આવતા નથી. હું તો જ્ઞાયકમાત્ર અનાકુળ આનંદને અનુભવતો આત્મા છું. અહીં એકલું જાણવાનું લીધું નથી, કારણ કે જ્ઞાનમાં સાથે આનંદ પણ છે. જેમ આત્મામાં જ્ઞાન છે તેમ અતીન્દ્રિય આનંદ પણ છે. માટે જેવું આત્માનું સ્વપરપ્રકાશક સામર્થ્ય છે એવું જાણ્યું તો જ્ઞાનની સાથે આનંદ પણ આવે જ છે. આનંદ આવ્યા વિનાનું એકલું જ્ઞાન તે જ્ઞાન જ કહેવાતું નથી. સર્વજ્ઞ ત્રિલોકનાથની દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે. ભાઈ! તું આત્મા છે ને પ્રભુ! અને તું પ્રભુ છે, પામર નથી. પ્રભુને પામર માનવો તે મિથ્યાત્વ છે. અહાહા! અનંતા જ્ઞેયોને, જ્ઞેયમાં પ્રવેશ કર્યા વિના અને જ્ઞેય જ્ઞાનમાં આવ્યા વિના જાણવાની તાકાતવાળો તું આત્મા છે. આવી તારી પ્રભુતા છે, અને એ જ ઇશ્વરતા છે. ૩૬ મી ગાથામાં આવી ગયું કે-‘જેની નિરંતર શાશ્વતી પ્રતાપસંપદા છે’-તેમાં આત્માની પ્રભુતા બતાવી છે. જેમ જ્ઞાનસ્વભાવ છે તેમ પ્રભુતા પણ સ્વભાવ છે. જેણે પોતાના જ્ઞાન અને પ્રભુતા સ્વભાવનું ભાન કર્યું તેને પર્યાયમાં પ્રભુતા પ્રગટે છે. તેને પોતાની પર્યાય પોતાના સામર્થ્યથી, અખંડ પ્રતાપથી શોભિત સ્વતંત્ર શોભે એવી પ્રગટ થાય છે.
પણ અમારે કરવું શું? ભાઈ, આ કરવું કે-હું અંદર જ્ઞાનસ્વરૂપી ભગવાન અનંત અનંત ગુણનું ગોદ્રામ, અનંત સ્વભાવનો સાગર પ્રભુ અને અનંત શક્તિઓનું સંગ્રહાલય-ધામ છું-એમ જાણવું. પણ અજ્ઞાનીને તેની કયાં ખબર છે? તેને છોડીને તે પરમાં (શરીરાદિ