ગાથા ૩૭ ] [ ૨૦૭ સંયોગમાં) રાજી થઈ જાય છે. ભગવાન! તને આ શું થયું? તારું ભિખારીપણું (રાંકાઈ) તો જો. આ તારું ગાંડપણ છે, પાગલપણું છે. અહા! તું ત્રણલોકનો નાથ અને આટલા સુખમાં (સંયોગમાં) રાજી થઈ જાય!! ભગવાન! તું તો આનંદનો નાથ પ્રભુ છે. આ પરચીજ (સંયોગ) તારી નથી અને તું તેનો નથી, તે તારાથી નથી અને તું તેનાથી નથી. આ તારું જ્ઞાન પરચીજથી છે એમ નથી. પરચીજની હયાતી છે માટે જ્ઞાન જાણે છે એમ પણ નથી. તું તારી સત્તાથી સ્વપરને જાણે છે. સ્વપરને જાણવાના સામર્થ્યવાળો તું ભગવાન છે. તેને જાણ તો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે.
અહીં ‘જ્ઞેયજ્ઞાયકભાવ માત્રથી’ એમ કહ્યું છે એટલે શું? કે હું જ્ઞાયક અને આ પર જ્ઞેય છે એ તો કહેવા માત્ર સંબંધ છે. આવા જ્ઞેયજ્ઞાયક સંબંધથી પરદ્રવ્યો સાથે જાણે મેળ હોય તેમ જણાય છે. પરંતુ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે તેઓ મારાથી ભિન્ન છે. મારો-આત્માનો સ્વાદ અતીન્દ્રિય આનંદ છે, જ્યારે ધર્માસ્તિકાય આદિ પર જ્ઞેયો મારાથી ભિન્ન છે. અહાહા! ભગવાને જોયેલા ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, અન્ય જીવ અને કર્મ આદિ પુદ્ગલો એ બધા પરજ્ઞેય છે અને હું તો જ્ઞાનમાં સ્થિત રહીને જાણવાવાળો અતીન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન છું.
જડ કર્મ એ પરજ્ઞેય છે. તે મને નડે કે કર્મ મારાં છે એવું વસ્તુમાં નથી. ‘કર્મે રાજા, કર્મે રંક, કર્મે વાળ્યો આડો અંક’-એવું આવે છે ને? ભાઈ! એ બધી નિમિત્તની વાતો છે. પોતાની પર્યાય વિકારરૂપે પરિણમે ત્યારે ઘાતીકર્મને નિમિત્ત કહેવાય છે. જ્યારે અઘાતીકર્મ તો સંયોગમાં નિમિત્ત છે. તે આઠેય કર્મ, તેનો પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ-એ બધુંય જ્ઞાનમાં પરજ્ઞેય છે. તીર્થંકર પ્રકૃતિ બંધાય એ પણ જ્ઞાનમાં પરજ્ઞેય છે. જેમ શિખંડમાં મીઠો સ્વાદ, ખાટા સ્વાદથી ભિન્નપણે સ્વાદમાં આવે છે તેમ મારો આત્માનો સ્વાદ, ધર્માસ્તિકાય આદિ પરજ્ઞેયો તેનાથી ભિન્ન છે. મારો અતીન્દ્રિય આનંદનો સ્વાદ પરજ્ઞેયોથી ભિન્ન છે. માટે હું તેનાથી જુદો છું. આવો જિનેશ્વરનો માર્ગ કોઈ અપૂર્વ છે! પણ લોકોએ દયા પાળવી અને બહારથી વ્રત પાળવાં ઇત્યાદિમાં ધર્મ માન્યો છે. પણ એવું તો અનંતવાર કર્યું છે. એ તો રાગની ક્રિયા છે. એમાં કયાં આત્મા છે? આત્મા તો જાણનાર સ્વભાવે છે. તે શું રાગમાં આવે છે? (ના). પરંતુ અજ્ઞાનીને તેની (પોતાની) મોટપ સુઝતી નથી. પરને લઈને મને ઠીક પડે, પરને લઈને મને જ્ઞાન થાય એમ માની અજ્ઞાની પોતાની મોટપ બીજાને આપે છે. અરે ભગવાન! આ તને શું થયું છે? તું તો અનાદિ બ્રહ્મસ્વરૂપ ભગવાન છે ને!
ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપી બ્રહ્માનંદનો નાથ છે. તેનો પ્રગટ સ્વાદ અતીન્દ્રિય આનંદ છે. જ્યારે ધર્માદિ પરજ્ઞેયોના સ્વભાવો મારાથી ભિન્ન છે. આમ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવભેદને લીધે હું, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવો