ગાથા ૩૭ ] [ ૨૦૯ રહ્યો છે. દયા, દાન, ભક્તિ અને ખાવું, પીવું, રળવું, કમાવું ઇત્યાદિ પુણ્ય-પાપના ભાવ એ ચાર ગતિમાં રખડવાના ભાવ છે. તે વડે જીવ દુઃખી છે. હવે જેને જન્મ-મરણ મટાડવાં હોય અને ધર્મ પ્રગટ કરવો હોય તેણે શું કરવું એની આ વાત છે. પ્રથમ તો તેણે આ ભગવાન આત્માને, ભાવકનો ભાવ જે પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, દયા, દાન, ભક્તિના આદિના વિકારી ભાવ છે તેનાથી જુદો અનુભવવો-જાણવો. તથા પરજ્ઞેયના ભાવો જે શરીર, મન, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, લક્ષ્મી, દેવ, ગુરુ અને શાસ્ત્ર છે તેનાથી પણ સ્વજ્ઞેય આત્માને ભિન્ન જાણવો. અહીં કહે છે કે અનાદિથી વિકારને તથા પરજ્ઞેયને પોતાના માનતો હતો તે મિથ્યાત્વ, ભ્રમ અને અજ્ઞાન હતાં. પરંતુ હવે જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માને ભેદજ્ઞાન વડે રાગાદિ વિકારથી અને પરજ્ઞેયોથી ભિન્ન પાડીને તેને ‘આત્મારામ’ કર્યો.
સર્વ અન્યભાવોથી એટલે કે રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, હિંસા, જૂઠ, ચોરી, ક્રોધ, માન આદિ વિકારી ભાવોથી અને શરીર, વાણી, મન, કર્મ, દેવ, ગુરુ, શાસ્ત્ર આદિ પરજ્ઞેયોથી જ્યારે ભિન્નતા થઈ ત્યારે ઉપયોગ આત્મરૂપ થઈ જાય છે. ભિન્ન તો છે જ પણ જ્યારે પરભાવ અને પરજ્ઞેય બન્ને ભિન્ન છે એવી ભિન્નતા જ્ઞાનમાં કરી ત્યારે ઉપયોગ આત્મરૂપ થઈ જાય છે. વસ્તુ ધર્મ અલૌકિક છે, ભાઈ! પણ જેમને સાંભળવા ય મળ્યું ન હોય તે બિચારા ઘણા એમ ને એમ દુઃખી થઈ ચાર ગતિમાં રખડે છે. આ કરોડપતિ અને અબજોપતિ એ બધા બિચારા છે. કેમ કે તેમને આત્માની અંતરંગ જ્ઞાનાનંદ લક્ષ્મી શું છે એની ખબર નથી. જે પોતાનામાં નથી તેને પોતાના માની રહ્યો છે તે મૂર્ખ છે, મિથ્યાત્વના ભ્રમમાં પડયો છે.
આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે. તેમાં જે રાગ, પુણ્ય અને પાપના શુભાશુભ ભાવ છે તે ભાવક કર્મના નિમિત્તે થયેલા ઔપાધિક ભાવ છે. તે આત્માનો સ્વભાવ નથી-એમ એનાથી ભિન્ન પાડયો, અને પરજ્ઞેય-ચાહે દેવ, ગુરુ, શાસ્ત્ર, કે સમ્મેદશિખરનું તીર્થ હો-એનાથી સ્વજ્ઞેયને ભિન્ન પાડયો, ત્યારે ‘स्वयम् अयम् उपयोगो आत्मानम् एकम् बिभ्रत्’ આ ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને જ ધારતો- એટલે જાણવાનો ઉપયોગ જે અનાદિથી રાગને અને પરજ્ઞેયને પોતાના જાણતો હતો તે હવે રાગ અને જ્ઞેયથી ભિન્ન પડી જતાં આત્મારૂપ થઈ ગયો અર્થાત્ પોતાને પરરૂપે માનતો હતો તે ઉપયોગ સ્વભાવરૂપ થઈ ગયો. અહીં ભેદ પાડીને વ્યવહારથી વાત કરી છે કે-ઉપયોગ છે તે પોતે જ પોતાના એક આત્માને ધારે છે. ખરેખર તો જે ઉપયોગ છે તે સ્વયં સ્વરૂપમાં એકાકાર થઈ જાય છે.
‘આ ઉપયોગ છે તે પોતે જ પોતાના આત્માને ધારતો’-એનો અર્થ એ છે કે ઉપયોગ આત્મારૂપ થઈ ગયો, અભેદ થયો. જાણવા-દેખવાનો વ્યાપાર આત્મારૂપ થઈ ગયો. દયા, ભક્તિ, પૂજા, જાત્રા આદિ ભાવ તો વિકાર છે, રાગ છે અને દેવ, ગુરુ, શાસ્ત્ર પરજ્ઞેય