Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 506 of 4199

 

ગાથા ૩૮ ] [ ૨૨પ

‘કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર મારાપણે ભાસતું નથી કે જે મને ભાવકપણે કે જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે.’ જુઓ, કેવી સ્વરૂપની નિઃશંક્તા અને દ્રઢતા! ધર્માત્મા અપ્રતિહતપણે ક્ષાયિકભાવ લેવાના છે એમ દ્રઢતાની વાત કરે છે. કહે છે કે કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી તો પછી ભાવકપણે કે જ્ઞેયપણે મારી સાથે એક થઈને તે ફરી મોહ કેમ ઉત્પન્ન કરે? અહાહા! શું દ્રષ્ટિનું જોર! શું વૈરાગ્ય અને ઉદાસીનતા!! કહે છે-મને હવે પરદ્રવ્ય મારું છે એવો મોહ ઉત્પન્ન થાય એમ છે જ નહિ. હવે ફરીથી મને મોહ અર્થાત્ મિથ્યાત્વ ઉત્પન્ન થશે જ નહિ. શ્રી પ્રવચનસારની ૯૨ મી ગાથામાં પણ આ રીતે જ વાત લીધી છે કે-તે મોહદ્રષ્ટિ આગમકૌશલ્ય અને આત્મજ્ઞાન વડે નાશ પામી છે, તે હવે ફરીને ઉત્પન્ન થવાની જ નથી. અહીં પણ એ જ વાત લીધી છે કે તે મોહ ફરીથી શા માટે ઉત્પન્ન થાય? કારણ કે નિજરસથી જ મોહને મૂળથી ઉખાડીને-ફરી અંકુર ન ઉપજે એવો નાશ કરીને, મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. મારા જ્ઞાન અને આનંદના રસથી મોહને મૂળથી જ ઉખાડયો છે, ફરીથી મોહ ન ઉપજે એવો મોહનો નાશ કર્યો છે.

જુઓ, આ પંચમ આરાના મુનિરાજ! ભગવાન કેવળજ્ઞાનીનો વિરહ હોવા છતાં પણ પોતાના અંતરઅનુભવની વાત કહેતાં એમ ફરમાવે છે કે-હું તો જ્ઞાનસ્વરૂપી ભગવાન છું એવો મહાન જ્ઞાનપ્રકાશ મને પ્રગટ થયો છે. તેથી રાગ અને પરજ્ઞેય મારા છે એવો મોહ હવે ફરી મને ઉપજવાનો નથી, કેમકે એને મેં મૂળથી જ ઉખાડી દીધો છે. આનું નામ આત્મા જાણ્યો અને આ ધર્મ છે.

* ગાથા ૩૮ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આત્મા અનાદિકાળથી મોહના ઉદ્રયથી અજ્ઞાની હતો. એટલે દર્શનમોહનો ઉદય હતો અને એને તે તરફનું જોડાણ હતું. ચૈતન્યસ્વભાવ પ્રતિ જોડાણ કરવું જોઈએ તે નહિ કરતાં સ્વભાવને છોડીને ભાવક જે મોહકર્મ તેમાં જોડાણ કર્યું તેથી ઉત્પન્ન ભાવ્ય જે મિથ્યાત્વભાવ તેને લઈને તે અનાદિથી અજ્ઞાની હતો. તે શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો. શ્રી સમયસાર કળશટીકામાં (કળશ ૨૮) આવે છે કે અનાદિથી જીવ મરણતુલ્ય થઈ રહ્યો છે. દયા, દાન, વ્રતના પરિણામથી મને લાભ થાય એમ માનીને જીવે પોતાને મારી નાખ્યો છે, મરણતુલ્ય કરી નાખ્યો છે. તે ભ્રાન્તિ પરમગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ સાંભળતાં મટે છે. શ્રીગુરુ પણ જે તીર્થંકરનો ઉપદેશ છે એ જ કહે છે. અરે! દયા, દાનના વિકલ્પથી મને લાભ થાય એમ માનીને એણે આ જીવતી જાગતી ચૈતન્યજ્યોતને-પોતાના જીવતરની જ્યોતને હણી નાખી છે.

એવો અજ્ઞાની જીવ શ્રી ગુરુના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિથી જ્ઞાની થયો,