૨૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ પુરુષાર્થ કરતાં કાળલબ્ધિ પાકી ગઈ અને તે જ્ઞાની થયો (સર્વ સમવાય સાથે છે એમ સમજવું), અને પોતાના સ્વરૂપને પરમાર્થથી જાણ્યું કે હું એક છું, શુદ્ધ છું, અરૂપી છું, દર્શનજ્ઞાનમય છું. અનંતવાર શાસ્ત્રભણતર વડે (વિકલ્પથી) સ્વરૂપને જાણેલું, પણ પરમાર્થથી સ્વરૂપને જાણ્યું નહોતું. અહાહા! સમ્યગ્દર્શન શું ચીજ છે એના મહિમાની લોકોને ખબર નથી. સ્વરૂપને પરમાર્થથી જાણવાથી મોહનો સમૂળ નાશ થયો, મૂળમાંથી મિથ્યાત્વનો નાશ થયો. અને ભાવકભાવ અને જ્ઞેયભાવથી ભેદજ્ઞાન થયું. ભાવકભાવ એટલે શું? કે મોહકર્મ જેના નિમિત્તે જીવમાં રાગ-દ્વેષ-મોહની વિકારી ભાવ્ય અવસ્થા પ્રગટ થાય તે ભાવક. આવા ભાવકભાવથી અને જ્ઞેયભાવથી એટલે સમસ્ત પરદ્રવ્યોથી તેને ભેદજ્ઞાન થયું. અર્થાત્ રાગથી અને જ્ઞેયથી તે જુદો થયો. જુદો થયો તો શું થયું? કે પોતાની સ્વરૂપસંપદા અનુભવમાં આવી. અહાહા! ભગવાન અનંત અતીન્દ્રિય આનંદની લક્ષ્મી, અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય શ્રદ્ધા, અતીન્દ્રિય શાન્તિ, આદિ-સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. દયા, દાન આદિનો રાગ એ કાંઈ જીવની પોતાની સંપદા નથી, એ તો વિભાવ છે. કોઈને એમ લાગે કે આમાં તો વ્યવહાર ઉડી જાય છે. પણ ભગવાન! વ્યવહાર તો રાગ છે. રાગથી તો જુદો પડયો તો લાભ થયો. જેનાથી જુદું પડવું છે તેનાથી લાભ કેવો? રાગથી ભિન્ન પડતાં સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. હવે ફરીને મોહ ઉત્પન્ન કેમ થાય? ન થાય. મોહને જડથી ઉખેડી નાખવાથી હવે ફરી મોહ ઉત્પન્ન ન થાય.
હવે, એવો આત્માનો અનુભવ થયો તેનો મહિમા કહી પ્રેરણારૂપ કાવ્ય આચાર્ય કહે છે કે આવા જ્ઞાનસ્વરૂપ આત્મામાં સમસ્ત લોક નિમગ્ન થાઓઃ-
‘एषः भगवान् अवबोधसिंधुः’ આ જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા ‘विभ्रमतिरस्करिणीम् भरेण आप्लाव्य’ વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડૂબાડી દઈને (દૂર કરીને) ‘प्रोन्मग्नः’ પોતે સર્વાંગ પ્રગટ થયો છે. જીવ અધિકારનો આ છેલ્લો કળશ છે. શું કહે છે? કે ભગવાન આત્મા જ્ઞાનસિંધુ છે, પોતે જ્ઞાનસ્વરૂપ જ છે. ‘આ’ શબ્દ દ્વારા એનું પ્રત્યક્ષપણું બતાવ્યું છે.
જેમ પોતાની સામે મોટો સમુદ્ર હોય પણ વચ્ચે ચાર હાથની ચાદર હોય તો સમુદ્ર દેખાતો નથી. તેમ રાગ અને પુણ્યાદિ મારાં છે, એવડું જ મારું અસ્તિત્વ છે એવા મિથ્યાત્વરૂપી પરિણમનની આડ છે ત્યાં સુધી જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા દેખાતો નથી. ચૈતન્યસ્વરૂપથી વિપરીત જે રાગ તે મારો અને એક સમયની પર્યાય તે હું એવી જે પર્યાયબુદ્ધિ હતી તે વિભ્રમ હતો. તે વિભ્રમની ચાદરને ડૂબાડી દીધી, તે વિભ્રમનો વ્યય કરી નાખ્યો ત્યારે પોતે સર્વાંગ પ્રગટ થયો.
આત્મા પરમ પરમેશ્વરસ્વરૂપ ચિદાનંદ ભગવાન છે. રાગાદિ મારા છે એવા વિભ્રમનો