ગાથા ૩૮ ] [ ૨૩૧ પ્રગટ થાય અને કેવળજ્ઞાન પ્રગટ થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકી વખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો. મિથ્યાત્વ અને અજ્ઞાન જેને નાશ થાય તેને (અલ્પકાળે) કેવળજ્ઞાન પ્રગટ થાય જ. અથવા એવો પણ અર્થ થાય કે અજ્ઞાન એટલે અલ્પજ્ઞપણું દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય જ. કેવળજ્ઞાન એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે છે. સર્વ જીવો અજ્ઞાન દૂર કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત થાઓ એવી પ્રેરણા કરી છે.
આ પ્રમાણે જીવ અધિકારની પૂર્ણતા કરતાં જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે દર્શાવ્યું. આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. નાટકમાં પહેલાં રંગભૂમિસ્થળ રચવામાં આવે છે. ત્યાં જોનારા નાયક તથા સભા હોય છે અને નૃત્ય (નાટક) કરનારા હોય છે કે જેઓ અનેક સ્વાંગ ધારે છે તથા શૃંગારાદિક આઠ રસનું રૂપ બતાવે છે. નાટકમાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત-એમ આઠ રસ હોય છે. તે લૌકિક રસ છે (આ આઠ રસને પણ શ્રી બનારસીદાસે લોકોત્તર સ્વરૂપમાં ઉતાર્યા છે.) નવમો શાંતરસ છે તે અલૌકિક છે. વીતરાગભાવરૂપ શાંતરસ એ આત્માનો અલૌકિક રસ છે. અતીન્દ્રિય આનંદ અને શાન્તિનું બિંબ પ્રભુ આત્મા છે. એ ત્રિકાળી શાંતિનું બિંબ, જિનબિંબ ભગવાન આત્માનો આશ્રય લેતાં પરિણમનમાં જે શાંત-શાંત-શાંત અકષાય ભાવ ઉત્પન્ન થાય છે તેને અહીં શાંતરસ કહે છે. એને શાંતરસ, આનંદરસ, સ્વરૂપરસ, અદ્ભુત રસ એમ અનેક પ્રકારે કહી શકાય છે.
જીવનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી છે. ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતમાંથી પણ ન્યાયપૂર્વક જીવ જ્ઞાતા-દ્રષ્ટામાત્ર છે એમ સિદ્ધ થાય છે. અહાહા! જીવની પર્યાય ક્રમબદ્ધ છે. જે સમયે જે પર્યાય થવાની છે તે જ થાય છે-એમ કહીને જીવનો અર્ક્તાસ્વભાવ વર્ણવ્યો છે. જે કાંઈ થાય એનો ર્ક્તા જીવ નથી. એટલે એનો અર્થ એ થયો કે જીવ જ્ઞાતાદ્રષ્ટા છે.
વીતરાગનું કોઈ પણ વચન હો, એનું તાત્પર્ય તો વીતરાગતા જ છે. ક્રમબદ્ધપર્યાયના સિદ્ધાંતનું પણ તાત્પર્ય વીતરાગતા છે. જીવને ક્રમબદ્ધપર્યાયનો જ્યાં નિર્ણય થાય છે ત્યાં તે જ્ઞાતાદ્રષ્ટા થઈ જાય છે. પોતે જ્ઞાતાદ્રષ્ટા થતાં શાસ્ત્રનું તાત્પર્ય જે વીતરાગતા તે એને પ્રગટ થાય છે. એ વીતરાગતા પોતાના ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય છે. એટલે ક્રમબદ્ધપર્યાયના નિર્ણયમાં પણ જ્ઞાતાનો નિર્ણય થવો એ મૂળ રહસ્યની વાત છે.
આ ગ્રંથને અલંકારથી નાટકરૂપે વર્ણવ્યો છે. ત્યાં જોનારાં સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તેમ જ બીજા મિથ્યાદ્રષ્ટિ પુરુષોની સભા છે. સમ્યગ્દ્રષ્ટિ છે એ તો જ્ઞાતા-દ્રષ્ટા છે. સ્વાંગ અનેક પ્રકારના આવે પણ જોનારા સમ્યગ્દ્રષ્ટિ તેને જ્ઞાતા-દ્રષ્ટા થઈને દેખે છે. અજીવનું રંગસ્થળ આવે કે ર્ક્તાકર્મનું, -એ બધાને તે પોતે જાણનાર-દેખનાર છે એવા ભાવે જાણે છે. સમ્યગ્દ્રષ્ટિ ગમે તે પ્રકારના સ્વાંગમાં હો-આસ્રવ, બંધ, ર્ક્તાકર્મ ઇત્યાદિ ગમે તે સ્વાંગમાં