Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 525 of 4199

 

સમયસાર ગાથા ૩૯ થી ૪૩ ] [ જ્ઞાનસ્વરૂપ ભગવાન પરથી ભિન્ન પડીને જ્યાં સ્વસ્વરૂપે ખીલી નીકળ્‌યો ત્યાં જ્ઞેયોને જે પોતાના માનતો હતો તે માન્યતા છૂટી ગઈ. હવે જ્ઞેયો જે છે તેમને જાણનારું માત્ર જ્ઞાન છે અને તે પોતે પોતાના સામર્થ્યથી ખીલી ઉઠયું છે. અહો એક એક કળશમાં અમૃતચંદ્રાચાર્યદેવે ગજબની વાત કરી છે. શું તેમના વચનમાં ગંભીરતા છે! અનંત જ્ઞેયોને જાણતું થકું જ્ઞાન જ્ઞાનમાં જ રમે છે (અન્યત્ર નહિ).

વળી, કેવું છે તે જ્ઞાન? ‘अनन्तधाम’ જેનો પ્રકાશ અનંત છે. અનંત, અનંત, અનંત

પ્રકાશવાળું તે જ્ઞાન છે. અને ‘अध्यक्षेण महसा नित्यउदितम्’ પ્રત્યક્ષ તેજથી તે નિત્ય ઉદ્રયરૂપ છે. ભગવાન જ્ઞાનસ્વરૂપ જ્યાં પ્રગટ થયો તે નિત્ય પ્રગટરૂપ જ રહે છે. કેવળજ્ઞાન થયું કે સમ્યગ્જ્ઞાન થયું તે પ્રગટ જ રહે છે.

વળી કેવું છે? તો ‘धीरोदात्तम्’ ધીર છે, ઉદ્રાત્ત છે. તે જ્ઞાન ધીર છે, એટલે કે ચંચળ

નથી પણ નિશ્ચલ છે, અચંચળ છે તથા પ્રત્યેક સમયે નવી નવી પર્યાયે પ્રગટે છે એવું ઉદ્રાત્ત છે. વળી ‘अनाकुलम्’ અનાકુળ છે. ઇચ્છાઓથી રહિત નિરાકુળ અતીન્દ્રિય સુખપણે છે. ધીર, ઉદ્રાત્ત અને અનાકુળ એ ત્રણ વિશેષણો આત્માના પરિણમનની ત્રણ શોભા જાણવી. આવો ભગવાન આત્મા જે જ્ઞાનના વિલાસની રમતમાં રમે છે એને આત્મા કહીએ.

* કળશ ૩૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ જ્ઞાનનો મહિમા કહ્યો. વર્તમાન પ્રગટ જ્ઞાનનો આ મહિમા બતાવ્યો છે. જીવ અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે છે, તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે. તેવી રીતે અહીં પણ આ જ્ઞાન રાગને રાગરૂપે અને જ્ઞાનને જ્ઞાનરૂપે યથાર્થ જાણી લે છે. ત્યારે જે જે સ્વરૂપ જેનું છે તે તે સ્વરૂપે તે ભિન્ન પડીને રહે છે. જ્ઞાન જ્ઞાનરૂપે રહે છે અને રાગ રાગરૂપે રહે છે. પોતપોતાના સ્વરૂપમાં બન્ને ભિન્નપણે રહે છે.

આવું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિ પુરુષોને હોય છે. જેવી વસ્તુ પૂર્ણ સત્ય છે તેવી દ્રષ્ટિ તેનું નામ સત્દ્રષ્ટિ એટલે સમ્યગ્દ્રષ્ટિ છે. ભગવાન આત્મા પૂર્ણ પ્રભુ સચ્ચિદાનંદસ્વરૂપ છે. સત્ એટલે શાશ્વત જ્ઞાન અને આનંદસ્વરૂપ પરિપૂર્ણ વસ્તુ. આવા સત્ની જેને દ્રષ્ટિ થઈ તે સમ્યગ્દ્રષ્ટિ જીવ છે. સમ્યગ્દ્રષ્ટિને જ આવું (રાગ અને જ્ઞાનના ભિન્નપણાનું) યથાર્થ જ્ઞાન હોય છે. મિથ્યાદ્રષ્ટિ આ ભેદને જાણતા નથી. દયા, દાન, વ્રત આદિ જે રાગ આવે તેને અજ્ઞાની પોતાનો માને છે અને તેનો ર્ક્તા થઈને કરે છે. મિથ્યાદ્રષ્ટિ જીવ સાધુ પણ અનંતવાર થયો અને અનંતવાર પંચ મહાવ્રત પાળ્‌યાં. પણ એ તો બધા વિકલ્પ