૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ છે. એ વિકલ્પોને અજ્ઞાની ર્ક્તા થઈને કરે છે કેમકે રાગ અને જ્ઞાનના ભેદને તે જાણતો નથી. રાગ અને સ્વભાવને અજ્ઞાની તો એકપણે માને છે. સમ્યગ્દ્રષ્ટિને જ રાગ અને સ્વભાવની ભિન્નતાનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધા હોય છે.
હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છેઃ-
આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા, તાત્ત્વિક (પરમાર્થભૂત) આત્માને નહિ જાણતા એવા ઘણા અજ્ઞાની જનો બહુ પ્રકારે પરને પણ આત્મા કહે છે, બકે છે.
જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન દ્વારા જ એ જણાય એવો છે. જ્ઞાન દ્વારા જ આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ (ઉપલબ્ધિ) થઈ શકે છે. જ્ઞાન એટલે સ્વસંવેદનજ્ઞાન, સમ્યગ્જ્ઞાન. એ સમ્યગ્જ્ઞાન વડે આત્મલાભ થઈ શકે છે. પરંતુ ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવી છે એમ નહિ જાણવાને લીધે અજ્ઞાનીઓ નપુંસકપણે વિમૂઢ થયા છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગ જે પુણ્યભાવ છે એનાથી ધર્મ થાય, એનાથી આત્મલાભ થાય એમ માનનારાઓને અહીં નપુંસક કહ્યા છે. જેમ નપુંસકને પ્રજા ન હોય તેમ શુભભાવથી ધર્મ માનનારને ધર્મની (રત્નત્રયરૂપ ધર્મની) પ્રજા ન હોય. શુભભાવથી ધર્મ થવાનું માનનારને, ભગવાન આત્મા એનાથી ભિન્ન છે એવું ભાન નથી. તેથી તે શુભભાવમાંથી ખસીને શુદ્ધમાં આવતો નથી. આ કારણે તે નામર્દ્ર. નપુંસક, પુરુષાર્થહીન જીવ છે. શુભાશુભ ભાવોથી ભિન્ન પડી પોતાના જ્ઞાનસ્વભાવથી જે પોતાને જાણે, અનુભવે એને મર્દ અને પુરુષ કહ્યો છે, પછી ભલે એ સ્ત્રીનો આત્મા હોય. સ્ત્રી તો દેહ છે, આત્મા કયાં સ્ત્રી છે? (આત્મા તો શુભાશુભભાવોનો ઉચ્છેદક અનંતવીર્યનો સ્વામી છે).
એ શુભભાવ ચાહે તો ભગવાનની ભક્તિનો હોય કે બાર વ્રત અને પંચમહાવ્રતના પાલનનો હોય, એ રાગ વડે આત્મા કદીય જણાય એમ નથી. ભાઈ! રાગ તો આત્માના ચૈતન્યસ્વભાવને ઘાયલ કરે છે. જે ઘાયલ કરે એનાથી આત્માને લાભ કેમ થાય? શ્રી સમયસારજી ગાથા ૧પ૪માં કહ્યું છે કે-મોક્ષના કારણભૂત સામાયિકની પ્રતિજ્ઞા લઈને જે અત્યંત સ્થૂળ સંકલેશપરિણામોને તો (અશુભને તો) છોડે છે, પણ અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામોમાં (શુભભાવમાં) સંતુષ્ટ ચિત્તવાળા થઈ તે વિશુદ્ધ પરિણામોને છોડતા નથી તે સમ્યગ્દ્રષ્ટિ નથી. તેથી તેમને સામાયિક હોતું નથી. રાગની મંદતા હોય તો તે પુણ્ય જરૂર છે, પણ એ પુણ્ય પવિત્રતાને રોકનારું છે, આત્માની પવિત્રતાને ઘાયલ કરનારું છે.
ભલે ને બહારથી મુનિ થયો હોય, નગ્ન થઈને પંચમહાવ્રત ધારણ કર્યા હોય, બાળબ્રહ્મચારી પણ હોય, પરંતુ પંચમહાવ્રતના મંદ રાગમાં રોકાઈને જો એમ માને કે