Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 561 of 4199

 

સમયસાર ગાથા-૪પ ] [ ૪૩ કર્યો છે. તેથી અમે એમ જાણીએ છીએ કે તેનો નિષેધ કરીને ભગવાને સઘળાય પરાશ્રિત ભાવોનો નિષેધ કર્યો છે. આ પ્રમાણે શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે.

આવી વાત કાને પડી ન હોય તેથી કેટલાક લોકો કહે છે કે-તમે કાંઈ (વ્રત, તપ, આદિ) કરવાનું તો કહેતા નથી? પણ ભાઈ, નિજ શુદ્ધાત્માનું જ્ઞાન કરવું, તેનું શ્રદ્ધાન કરવું, અને તેમાં રમણતા કરવી એ શું કરવાનું નથી? જ્યાં જેવડી ચીજ પડી છે તેનું જ્ઞાન કરવું, જ્યાં જેવડી ચીજ છે તેની પ્રતીતિ કરવી અને જ્યાં ચીજ છે તેમાં જ રમવું એ જ કરવાનું છે. આ સિવાય વ્રત, તપ, આદિ વ્યવહારના વિકલ્પે તો જગતને મારી નાખ્યું છે.

પ્રશ્નઃ– શુભભાવ એ પ્રશસ્ત વિકલ્પ છે ને?

ઉત્તરઃ– ભાઈ, એ પ્રશસ્ત વિકલ્પ પણ નુકશાન કરનારો ભાવ છે, આત્માને ઘાયલ કરનારો ભાવ છે એમ પુણ્ય-પાપ અધિકારમાં કહ્યું છે. શ્રી સમયસાર કળશટીકા કળશ ૧૦૮માં કહ્યું છે કે-‘અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.’ રુચિમાં લોકોને આત્મા બેસતો નથી પણ રાગ બેસે છે. પરંતુ ભાઈ, એ રાગના પરિણામ તો દુઃખમાં સમાવેશ પામે છે. એ રાગાદિ ભાવો આત્માના ચૈતન્યસ્વભાવમાં પ્રતિષ્ઠા પામતા નથી તેથી તે પુદ્ગલસ્વભાવો જ છે.

* ગાથા ૪પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે. જુઓ, કર્મના ઉદયના નિમિત્તે પરિણમે ત્યારે આત્મા રાગરૂપે, પુણ્ય-પાપના ભાવરૂપે પરિણમે છે. એ શુભાશુભ રાગના પરિણામ છે તે દુઃખરૂપ છે. દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે અને તે દુઃખરૂપ ભાવમાં અજ્ઞાનીને ચેતનાનો ભ્રમ ઉપજે છે; ખરેખર ચેતનાના પરિણામ છે નહિ.

ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ છે. દુઃખરૂપ ભાવમાં આત્મા છે એ તો ભ્રમ છે, પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી. પરમાર્થે એટલે? પરા કહેતાં ઉત્કૃષ્ટ, મા એટલે લક્ષ્મી. ઉત્કૃષ્ટ લક્ષ્મી એટલે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની દશા જે પ્રગટે તે પરમાર્થ છે. લોકો, પરનો કાંઈ ઉપકાર કરે તેને પરમાર્થ કહે છે પણ એ પરમાર્થ નથી. પરનો ઉપકાર કરવાનો જે શુભભાવ છે એ તો દુઃખરૂપ ભાવ છે. એ ભાવમાં તો ચૈતન્ય છે જ નહિ. ‘अलमलमतिजल्पै...’ એક કળશ ૨૪૪માં આવે છે કે આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો એટલે ઉત્કૃષ્ટ જ્ઞાન અને આનંદસ્વરૂપ વસ્તુ જે આત્મા છે તે એકને