यद्यध्यवसानादयः पुद्गलस्वभावास्तदा कथं जीवत्वेन सूचिता इति चेत्–
जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा।। ४६ ।।
जीवा एते सर्वेऽध्यवसानादयो भावाः।। ४६ ।।
_________________________________________________________________
હવે પૂછે છે કે જો અધ્યવસાનાદિ ભાવો છે તે પુદ્ગલસ્વભાવો છે તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છેઃ-
આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬.
ગાથાર્થઃ– [एते सर्वे] આ સર્વ [अध्यवसानादयः भावाः] અધ્યવસાનાદિ ભાવો છે તે [जीवाः] જીવ છે એવો [जिनवरैः] જિનવરોએ [उपदेशः वर्णितः] જે ઉપદેશ વર્ણવ્યો છે તેે [व्यवहारस्य दर्शनम्] વ્યવહારનય દર્શાવ્યો છે.
ટીકાઃ– આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞદેવોએ કહ્યું છે તે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે; કારણ કે જેમ મ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને પરમાર્થનો કહેનાર છે તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરમાર્થે (-પરમાર્થનયે) શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ, ત્રસસ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (ઘાત) કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે; વળી પરમાર્થ દ્વારા રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, ‘રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો’-એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. (આમ જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો અભાવ ઠરે છે.)