Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 565 of 4199

 

સમયસાર ગાથા-૪૬ ] [ ૪૭ પ્રવૃત્તિ કરવા માટે વ્યવહારનય દર્શાવવો ન્યાય સંગત જ છે. એટલે એમ ન સમજવું કે વ્યવહારથી ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય છે. વ્યવહારથી મોક્ષમાર્ગ પ્રગટે છે એમ કહેવાનો અહીં આશય નથી. મોક્ષમાર્ગ જે છે એ તો સ્વદ્રવ્યના આશ્રયે જ પ્રગટ થાય છે. પરંતુ પર્યાયમાં ગુણસ્થાન આદિ જે ભેદ છે તે ન માને તો તીર્થનો નાશ થઈ જાય, તીર્થની વ્યવસ્થા જ બની શકે નહિ એમ અહીં કહેવું છે. વ્યવહાર છે ખરો; વ્યવહાર ન હોય તો ચૌદ ગુણસ્થાન સિદ્ધ નહિ થાય, સંસાર અને સિદ્ધની પર્યાય એવા જે ભેદ છે તે સિદ્ધ નહિ થાય.

વ્યવહારનય અપરમાર્થભૂત છે. એટલે ચૌદ ગુણસ્થાનો વાસ્તવિકપણે તો અપરમાર્થ છે, જીવનું મૂળ સ્વરૂપ નથી; પણ તીર્થની પ્રવૃત્તિ માટે અર્થાત્ ચોથું, પાંચમું, છઠ્ઠું, ઇત્યાદિ ગુણસ્થાનની દશા જણાવવા માટે વ્યવહાર દર્શાવ્યો છે. નિશ્ચયથી પર્યાય દ્રવ્યમાં નથી પણ પર્યાય પર્યાયરૂપે છે એટલો વ્યવહાર અહીં સિદ્ધ કરવો છે. પર્યાયના આશ્રયે ધર્મ થાય છે, વ્યવહારના આશ્રયે તીર્થ પ્રગટ થાય છે એ વાત નથી. લોકોને આમાં મોટો ગોટો છે કે વ્યવહારથી ધર્મતીર્થની પ્રવૃત્તિ થાય છે. પણ ભાઈ, એમ નથી. ધર્મ-તીર્થની પ્રવૃત્તિ તો શુદ્ધ નિશ્ચય ચૈતન્યમાત્ર દ્રવ્યના આશ્રયે જ થાય છે. અહીં તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પર્યાય, ૧૪ ગુણસ્થાન આદિ ભાવો પર્યાયપણે છે એમ પર્યાયરૂપ વ્યવહારની સિદ્ધિ કરી છે.

શ્રી સમયસારની ૧૨મી ગાથાની ટીકામાં (जइ जिणमयं पवज्जह...) ગાથા ઉદ્ધૃત કરેલી છે એમાં આવે છે કે જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય-એ બંને નયોને ન છોડો. તેનો અર્થ શું? કે નિશ્ચયને ન માનો તો તત્ત્વનો નાશ થશે અને વ્યવહારને નહિ માનો તો પર્યાય, જીવના ત્રસ-સ્થાવરાદિ ભેદો, સંસારી અને સિદ્ધના ભેદો અને ગુણસ્થાનાદિ ભેદો ઇત્યાદિ કાંઈ સિદ્ધ નહિ થાય. નિશ્ચયથી જીવ અભેદ એકરૂપ ત્રિકાળ છે. એમાં પર્યાયના ભેદ કરવા એ વ્યવહાર છે. નિશ્ચયદ્રષ્ટિમાં વ્યવહાર અભૂતાર્થ હોવા છતાં આવો ભેદરૂપ વ્યવહાર છે ખરો, પરંતુ તે આશ્રય કરવા લાયક નથી. વ્યવહારનું અસ્તિત્વ છે, બસ એટલું જ.

રાગને મોક્ષમાર્ગ કહેવાનો વ્યવહાર છે ખરો, પણ તેથી રાગ ખરેખર મોક્ષમાર્ગ છે એમ નથી. પર્યાયના ભેદો, ગુણસ્થાન આદિ ભેદો છે ખરા પણ તે શુદ્ધ જીવદ્રવ્યમાં નથી, ત્રિકાળી દ્રવ્યમાં નથી. માટે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરે છે ત્યાં પર્યાયનો આશ્રય રહેતો નથી. છતાં પર્યાય છે ખરી.

હવે કહે છે-પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરમાર્થે શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે