સમયસાર ગાથા-૪૬ ] [ ૪૯
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, ગુણસ્થાનના ભેદો એ બધું વ્યવહાર છે. નિશ્ચયથી તો આત્મા ગુણસ્થાન આદિ રહિત છે. નિશ્ચયનયથી રાગ આત્માનો નથી એવું સર્વજ્ઞનું વચન છે. તથા વ્યવહારથી રાગ આત્માનો છે એ પણ સર્વજ્ઞનું વચન છે. ત્યાં પર્યાયમાં જે રાગ છે, આસ્ત્રવ- બંધ છે તેનું જ્ઞાન કરાવ્યું છે. તથા નિજ ચૈતન્યસ્વભાવી શુદ્ધ દ્રવ્યના આશ્રયે તે આસ્ત્રવ- બંધનો નાશ થઈ જે સંવર, નિર્જરા આદિ પર્યાયો પ્રગટ થાય છે એનું જ્ઞાન કરાવ્યું છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે સદ્ભૂત-વ્યવહાર છે તથા રાગાદિ છે એ અસદ્ભૂત વ્યવહાર છે. પણ બન્ને છે તો ખરા ને?
ભાઈ! સંસાર, મોક્ષમાર્ગ અને મોક્ષ એ બધુંય પર્યાય છે. ધર્મતીર્થની પ્રવૃત્તિ પણ પર્યાયરૂપ છે. પર્યાય છે માટે વ્યવહાર છે. વ્યવહાર અપરમાર્થભૂત કહ્યો છે કેમકે તેના આશ્રયે નિર્મળતા પ્રગટતી નથી. છતાં તે દર્શાવવો ન્યાયસંગત જ છે કેમકે તે અસ્તિપણે તો છે જ. ત્રિકાળી શુદ્ધ તત્ત્વ છે તે ભૂતાર્થ છે, સત્યાર્થ છે અને પર્યાય છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. પણ કઈ અપેક્ષાએ? પર્યાય આશ્રય કરવા યોગ્ય નથી માટે તેને અસત્યાર્થ છે. પણ કઈ અપેક્ષાએ? પર્યાય આશ્રય કરવા યોગ્ય નથી માટે તેને અસત્યાર્થ કહી છે. પર્યાય છે જ નહિ એમ નથી. બારમી ગાથામાં એમ લીધું છે કે શુદ્ધતાનો અંશ, અશુદ્ધતાનો અંશ તથા શુદ્ધતા- અશુદ્ધતાના વધતા-ઘટતા અંશો એ સઘળો વ્યવહાર જે છે તે જાણેલો પ્રયોજનવાન છે. જાણેલો પ્રયોજનવાન કહ્યો તેમાં તે છે એમ સિદ્ધ થઈ જાય છે. જો વ્યવહાર હોય જ નહિ તો તેને જાણવાનું કયાં રહ્યું? ભાઈ, વસ્તુ જેમ છે તેમ સમજવી પડશે. એના વિના ભવનો અંત નહિ આવે.
જે કરવાથી ભવનો અભાવ ન થાય એ શું કામનું? ભવનો અભાવ તો એક દ્રવ્યના (શુદ્ધ દ્રવ્યના) આશ્રયે થાય છે. તથા એ ભવનો અભાવ થવો મોક્ષ થવો કે મોક્ષમાર્ગ પ્રગટવો એ બધો વ્યવહાર છે. ૧૧મી ગાથામાં કહ્યું ને કે-‘व्यवहारोऽभूदत्थो’ વ્યવહાર બધોય અભૂતાર્થ છે પર્યાયમાત્ર અભૂતાર્થ છે. તેમાં એમ લીધું છે કે વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. એ વ્યવહારના ચાર પ્રકાર છેઃ-
(૧) અનુપચરિત સદ્ભૂતવ્યવહાર, (૨) ઉપચરિત સદ્ભૂતવ્યવહાર, (૩) અનુપચરિત અસદ્ભૂતવ્યવહાર, (૪) ઉપચરિત અસદ્ભૂતવ્યવહાર.
એ બધો વ્યવહાર છે ખરો, પણ તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. એ ચાર વ્યવહારનયની વ્યાખ્યા આ પ્રમાણે છેઃ