પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
જ્ઞાન તે આત્મા એમ કહેવું તે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં ત્રિકાળી જ્ઞાયકમાં ભેદ પડયો તેથી વ્યવહાર, જ્ઞાન આત્માનું છે અને તે આત્માને જણાવે છે માટે અનુપચરિત સદ્ભૂતવ્યવહાર છે.
જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું તે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર છે. ‘જ્ઞાન રાગને જાણે છે’ એમાં જાણનારું જ્ઞાન પોતાની પર્યાય છે માટે સદ્ભૂત, ત્રિકાળીમાં ભેદ પાડયો માટે વ્યવહાર અને રાગ જે પર છે, પોતાના સ્વરૂપમાં નથી તેને જાણે છે તે ઉપચાર છે. આ પ્રમાણે જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું ઉપચરિત સદભૂત વ્યવહાર છે.
આત્માની પર્યાયમાં જે રાગ છે તે શુદ્ધ સત્રૂપ આત્મવસ્તુમાં નથી તેથી અસદ્ભૂત છે. ભેદ પાડયો તે વ્યવહાર છે અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત છે. આ રીતે સ્થૂળ રાગને આત્માનો કહેવો તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે. તથા જે સૂક્ષ્મ અબુદ્ધિપૂર્વકનો રાગાંશ જે વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, ખ્યાલમાં આવતો નથી તે અનુપચરિત અસદ્ભૂતવ્યવહાર છે. તે (વ્યવહાર) બધોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે. શુદ્ધનય ભૂતાર્થ હોવાથી ભૂત અર્થને એટલે છતા ત્રિકાળી પદાર્થને પ્રગટ કરે છે. વ્યવહાર અભૂતાર્થ છે તેથી વ્યવહાર છે જ નહિ એમ નહિ, પણ વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી તેથી હેય છે.
એક સમયની પર્યાય છે તે વ્યવહાર છે. પંચાધ્યાયીમાં દ્રવ્યને નિશ્ચય અને પર્યાયને વ્યવહાર કહ્યાં છે. કેવળજ્ઞાનની પર્યાય એ પણ સદ્ભૂત વ્યવહાર છે. પરમાત્મપ્રકાશમાં આવે છે કે મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યયજ્ઞાન પણ વિભાવગુણ છે. શ્રી નિયમસારમાં પણ કહ્યું છે કે જે ચાર જ્ઞાન છે તે વિભાવસ્વભાવ છે અને કેવળજ્ઞાન શુદ્ધસ્વભાવભાવ છે. કેવળજ્ઞાન પ્રગટે છે તે કાયમ રહે છે માટે તેને સ્વભાવભાવ કહ્યો અને ચાર જ્ઞાન કાયમ રહેતાં નથી માટે તેમને વિભાવગુણ કહ્યા. પરંતુ તે કેવળજ્ઞાન પણ ભેદરૂપ (અંશરૂપ) હોવાથી તેને અહીં વ્યવહાર કહ્યો છે. સમયસારની શૈલી એવી છે કે તે પરમાર્થને જણાવે છે અને અપરમાર્થનું પણ સાથે જ્ઞાન કરાવે છે. શ્રી સમયસારની ૧૪મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે મુખ્ય-ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત-પક્ષ ન કરવો. સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે. અર્થાત્ વ્યવહારનયનું પણ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. પર્યાય છે જ નહિ એમ કોઈ કહે તો એનું જ્ઞાન ખોટું છે. પર્યાય છે એમ જ્ઞાન રાખીને દ્રવ્યનો આશ્રય કરે એ જ યથાર્થ છે.
પર્યાય છે, પર્યાયમાં રાગ છે એને જાણે નહિ, માને નહિ તો એકાંતપક્ષ થઈ જશે. એકલો નિશ્ચય લેશો તો કામ નહિ ચાલે. નિશ્ચયને વ્યવહારની અપેક્ષા છે. ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રીએ કહ્યું છે ને કે વ્યવહારની ઉપેક્ષા કરવી એ જ એની અપેક્ષા છે. પર્યાયમાં જે રાગ છે તેની ઉપેક્ષા કરીને દ્રવ્યની અપેક્ષા કરવી. વ્યવહારની ઉપેક્ષા કરી ત્યાં જ