પ૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
કહ્યું છે ને કે વ્યવહારનય દર્શાવવો ન્યાયસંગત જ છે, કેમકે તે વિકારી-અવિકારી પર્યાયોના ભેદને બતાવે છે. પણ તેથી વ્યવહારનય આદરવો ન્યાયસંગત છે એમ નથી. ભાઈ, આ તો દિગંબર સંતોની વાણી છે. આવી વાણી બીજે કયાંય છે જ નહિ. દિગંબર એ કોઈ પક્ષ કે વાડો નથી. વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું યથાર્થ સ્વરૂપ દિગંબર સંતોએ પ્રસિદ્ધ કર્યું છે. રાગના વસ્ત્ર વિનાની જે ચીજ (જ્ઞાયકમાત્ર વસ્તુ) તે દિગંબર આત્મા છે. અને વસ્ત્ર વિનાની શરીરની દશા એ બાહ્ય દિગંબરપણું છે. અહો! દિગંબરત્વ કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે. પક્ષ બંધાઈ ગયો તેથી આકરું લાગે પણ શું થાય? વસ્તુસ્થિતિ જ આવી છે.
હવે આગળ કહે છે-વળી પરમાર્થ દ્વારા રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી (વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો) ‘રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો’-એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ બંધનાં કારણ છે. બંધનાં કારણ વસ્તુના સ્વભાવમાં નથી. પણ એ બંધનાં કારણ પર્યાયમાં તો છે જ. જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધનાં કારણો સિદ્ધ થશે નહિ અને તેથી રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે એમ પણ કહી નહિ શકાય. અને એમ થતાં મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. અને તેથી મોક્ષનો પણ અભાવ થશે.
સમયસાર ગાથા ૩૪માં તો ત્યાં સુધી આવે છે કે વિકારના ત્યાગનું ર્ક્તાપણું આત્માને નામમાત્ર છે. પરંતુ પર્યાયમાં વિકાર છે અને તેનો નાશ થાય છે એવો વ્યવહાર છે તો ખરો ને? પરમાર્થે વિકારના નાશનું ર્ક્તાપણું આત્માને નથી. એટલે ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનો જ્યાં આશ્રય કર્યો કે વિકાર છૂટી જાય છે. અર્થાત્ ત્યારે વિકાર ઉત્પન્ન થતો નથી તેથી પૂર્વ પર્યાયની અપેક્ષાએ વિકારનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. એટલે પર્યાયમાં વિકાર છે અને તેનો નાશ થાય છે એવો વ્યવહાર છે.
શ્રી પરમાત્મપ્રકાશમાં (ગાથા ૮૮માં) આવે છે કે ભાવલિંગ જે શુદ્ધાત્મસ્વરૂપનો સાધક નિર્વિકલ્પ મોક્ષમાર્ગ છે તે પણ જીવનું સ્વરૂપ નથી. ભાવલિંગ પર્યાય છે ને? તેથી કહ્યું છે કે ઉપચારનયથી જીવનું સ્વરૂપ કહેવા છતાં પરમ સૂક્ષ્મ શુદ્ધનિશ્ચયનયથી ભાવલિંગ પણ જીવને નથી. નિશ્ચયથી તો બંધ અને મોક્ષની પર્યાય આત્મામાં છે જ નહિ. વસ્તુ તો ત્રિકાળ એકરૂપ મુક્તસ્વરૂપ જ છે. મોક્ષની ઉત્પત્તિ અને સંસારનો નાશ એ બન્ને પર્યાયમાં છે અને તેથી વ્યવહાર છે.
જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો જ અભાવ ઠરે. નવી (મોક્ષની) પર્યાય પ્રગટ કરવી અને બંધનો નાશ કરવો એ બધું પર્યાયમાં છે. માટે વ્યવહાર