Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 571 of 4199

 

સમયસાર ગાથા-૪૬ ] [ પ૩ દર્શાવવો ન્યાયસંગત છે. પણ એનો અર્થ એમ નથી કે મંદરાગરૂપ વ્યવહાર તે મોક્ષનું કે મોક્ષમાર્ગનું કારણ છે.

* ગાથા ૪૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

પરમાર્થનય તો જીવને શરીર તથા રાગ-દ્વેષ-મોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગ-દ્વેષ-મોહ પુદ્ગલમય ઠરે અને તો પછી પુદ્ગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગ-દ્વેષ-મોહથી બંધ થતો નથી એમ ઠરશે. આમ પરમાર્થે જે સંસાર- મોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પણ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. પરમાર્થથી જે સંસાર-મોક્ષનો અભાવ કહ્યો તે એકાંતે નથી. બંધ-મોક્ષ પર્યાયમાં તો છે જ. બંધ, મોક્ષ અને મોક્ષનો ઉપાય એ બધી પર્યાયોનો વ્યવહાર અવશ્ય છે.

એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી. અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. અર્થાત્ વ્યવહારનયનો વિષય પણ છે. આ રીતે સ્યાદ્વાદથી બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે. એ નયોનો વિરોધ કેવી રીતે મટાડવો? સ્યાદ્વાદથી. પર્યાયથી જુઓ તો રાગ-દ્વેષ-મોહ આદિ સાથે સંબંધ છે. વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો સંબંધ નથી. પર્યાય છે, પર્યાયમાં રાગ-દ્વેષ છે એનું જ્ઞાન કરવું પણ જિનવચનમાં જે એકને જ ઉપાદેય કહ્યો છે એ શુદ્ધ ત્રિકાળી આનંદનો નાથ ભગવાન આત્માનો આશ્રય કરવો. એમ બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરતાં સમ્યક્ત્વ થાય છે.

જિનવચનમાં ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ જીવવસ્તુ ઉપાદેય કહી છે. છતાં પર્યાય, રાગ-દ્વેષ, બંધ-મોક્ષ ઇત્યાદિ બધો પર્યાયનયનો, વ્યવહારનયનો વિષય છે ખરો, પણ તે આશ્રય કરવા લાયક નથી. તથાપિ ‘એ નથી’ એમ પણ સમજવા લાયક નથી.

[પ્રવચન નં. ૯૩-૯૪ * દિનાંક ૧૨-૬-૭૬ થી ૧૬-૬-૭૬]