સમયસાર ગાથા ૪૭-૪૮ ] [ પપ એક રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશકય હોવાથી, વ્યવહારી લોકોનો સેનાસમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો રાજા એક જ છે, (સેના રાજા નથી); તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં (-રાગનાં સ્થાનોમાં) વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે, એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશકય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે, (અધ્યવસાનાદિક ભાવો જીવ નથી).
હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારનય કયા દ્રષ્ટાંતથી પ્રવર્ત્યો છે? તેનો ઉત્તર કહે છે.
પાંચ યોજનના ફેલાવથી લશ્કર નીકળી રહ્યું હોય ત્યાં રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ વ્યવહારથી, ઉપચારથી કહેવાય છે. ખરેખર રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશકય છે. છતાં વ્યવહારી લોકોનો સેનાસમુદાયમાં રાજા કહેવારૂપ વ્યવહાર છે. પરમાર્થથી તો રાજા એક જ છે, સેના રાજા નથી. છતાં સેનાને રાજા કહેવાનો લોકવ્યવહાર છે.
તેવી રીતે આ જીવ સમગ્ર રાગગ્રામમાં વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે એક જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશકય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે.
ખરેખર સેનામાં રાજા વ્યાપ્યો નથી; પણ સેનામાં રાજા નિમિત્ત છે. તેથી રાજા પાંચ યોજનમાં વ્યાપીને રહ્યો છે એમ કહેવામાં આવે છે. તેવી રીતે શુદ્ધ આત્મવસ્તુ છે તે વિકારના અનેક પ્રકારમાં કાંઈ વ્યાપી નથી; પણ વિકારના અનેક પ્રકાર જે અશુદ્ધ ઉપાદાનભૂત છે તેમાં આત્મા નિમિત્ત છે. અશુદ્ધ ઉપાદાન પર્યાયનું પોતાનું સ્વતંત્ર છે, પણ દ્રવ્યને તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. શ્રી યોગસારમાં આ વાત લીધી છે. વિકારનું મૂળ ઉપાદાન આત્મા નથી. અશુદ્ધ ઉપાદાન, વ્યવહાર સ્વતંત્ર છે. આત્મવસ્તુ છે તે વિકારમાં ઉપાદાન નથી, નિમિત્ત છે. તેથી વ્યવહારથી આત્મા રાગમાં વ્યાપ્યો છે એમ કહેવામાં આવે છે. ભાઈ, આવું વીતરાગનું તત્ત્વ સમજવું ઝીણું છે.
પરમાર્થથી તો રાજા એક જ છે, સેના રાજા નથી કેમકે સેનામાં રાજાનું વ્યાપવું અશકય છે. તેમ નિશ્ચયથી આત્મા અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘનવસ્તુ એક જ છે. આ મિથ્યાત્વના અસંખ્ય પ્રકાર, શુભભાવના અસંખ્ય પ્રકાર તથા અુશભભાવના અસંખ્ય પ્રકાર-એમ જે સમગ્ર રાગગ્રામ છે તે આત્મા નથી કેમકે તે