Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 577 of 4199

 

સમયસાર ગાથા-૪૯ ] [ પ૯

એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રૂપગુણ વિદ્યમાન નથી માટે અરૂપ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપગુણ નથી માટે અરૂપ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપવેદના પરિણામને પામીને રૂપ દેખતો નથી માટે અરૂપ છે. પ. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રૂપરૂપે પરિણમતો નથી માટે અરૂપ છે. ૬. આમ છ પ્રકારે રૂપના નિષેધથી તે અરૂપ છે.

એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ગંધગુણ વિદ્યમાન નથી માટે અગંધ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ ગંધગુણ નથી માટે અગંધ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સૂંઘતો નથી માટે અગંધ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ ગંધ સૂંઘતો નથી માટે અગંધ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધ-વેદનાપરિણામને પામીને ગંધ સૂંઘતો નથી માટે અગંધ છે. પ. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે. પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી ગંધના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે ગંધરૂપે પરિણમતો નથી માટે અગંધ છે. ૬. આમ છ પ્રકારે ગંધના નિષેધથી તે અગંધ છે.

એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં સ્પર્શગુણ વિદ્યમાન નથી માટે અસ્પર્શ છે. ૧. પુદ્ગલદ્રવ્યનાં ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ સ્પર્શગુણ નથી માટે અસ્પર્શ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક સ્પર્શવેદનાપરિણામને પામીને સ્પર્શને સ્પર્શતો નથી માટે અસ્પર્શ છે. પ. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી