૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ સ્પર્શાદિ સામાન્યપરિણામમાત્ર રૂપ છે તે જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે.
૬. જે ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અથવા કાર્મણ શરીર છે તે બધુંય જીવને નથી. જુઓ, કાર્મણ શરીર પણ જીવને નથી, જીવમાં નથી કારણ કે તે જડના પરિણામ હોવાથી ભિન્ન સ્વતંત્ર છે. આત્માને અને તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ અહીં કહેવામાં આવ્યો નથી. અહીં એવી શૈલી લીધી છે કે પુદ્ગલના પરિણામને આત્મદ્રવ્યથી ભિન્ન ન કહેતાં અનુભૂતિથી ભિન્ન કહ્યા છે. જેણે પરથી ભિન્ન પડીને અનુભૂતિ વડે આત્માને જાણ્યો છે તેને તે સર્વ પર છે. સંસ્કૃત ટીકામાં ‘પોતાની અનુભૂતિ’ તેવો પાઠ નથી. પણ પંડિત શ્રી જયચંદજીએ ‘પોતાની અનુભૂતિ’ એમ લીધેલ છે તેથી અહીં ‘પોતાની’ શબ્દ કૌંસમાં લખેલ છે. અહા! આત્મા અખંડ નિર્મળાનંદસ્વરૂપ વસ્તુ છે અને તેની નિર્મળ દશા તે અનુભૂતિ છે. પરથી ભિન્ન પડીને આત્મસન્મુખ થઈ આત્માને જાણતાં અનુભૂતિની નિર્મળ દશા પ્રગટ થાય છે. તે અનુભૂતિથી કાર્મણશરીર આદિ ભિન્ન છે એમ અહીં કહે છે.
પંચાધ્યાયીમાં (નયાભાસના પ્રકરણમાં) એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે શરીર અને આત્માને ર્ક્તાકર્મ સંબંધ તો નથી, પરંતુ નિમિત-નૈમિત્તિક સંબંધ તો છે ને? એના ઉત્તરરૂપે ત્યાં (પદ્ય પ૭૧માં) કહ્યું છે કે દ્રવ્ય સ્વયં સ્વતઃ પરિણમનશીલ છે તો નિમિત્તપણાનું શું કામ છે? જુઓ ભાઈ, શરીર પોતાના કારણે પરિણમે છે અને આત્મા પણ પોતાના કારણે પરિણમે છે. પોતાની મેળે પરિણમવાનો તે દરેકનો સ્વભાવ છે. દ્રવ્ય સ્વતઃ પરિણમનશીલ છે એમ ત્યાં લીધું છે. ત્યારે કોઈ કહે કે-
પ્રશ્નઃ– કોઈ વખતે ઉપાદાનથી થાય અને કોઈ વખતે નિમિત્તથી થાય એમ સ્યાદ્વાદ કરો ને?
ઉત્તરઃ– ભાઈ, કાર્ય હંમેશા નિજ ઉપાદાનથી જ થાય અને કદીય નિમિત્તથી ન થાય એ સ્યાદ્વાદ છે. નિમિત્ત તો પર વસ્તુ છે. તેનું પરિણમન તેને લઈને અને સ્વનું પરિણમન સ્વને લઈને છે. તેમાં નિમિત્તનું શું કામ છે? ત્યારે તે કહે છે કે શરીર ચાલે છે તેમાં આત્માનું નિમિત્ત તો છે ને? ભાઈ, નિમિત્ત તો છે, પણ નિમિત્ત છે એનો અર્થ શું? શું નિમિત્ત છે માટે શરીર ચાલે છે, પરિણમે છે? તથા આત્માની અનુભૂતિનું પરિણમન, શું શરીર છે તેથી થાય છે? આ જે આત્માનુભૂતિ થઈ છે તે શું કાર્મણશરીરના ઉદ્રયના અભાવને કારણે થઈ છે-એમ છે? ના, એમ છે જ નહિ. (દરેકનું પરિણમન સ્વતંત્ર છે) બનારસીદાસે પણ કહ્યું છેઃ-
જ્યાં પોતાનું બળ (ઉપાદાન શક્તિ) છે ત્યાં નિમિત્ત શું કરે? સ્વ અને પરનું