સમયસાર ગાથા પ૦-પપ ] [ ૯૩ એકપણું ત્રણકાળમાં થતું નથી. માટે નિમિત્ત છે તેથી પોતાનામાં પરિણમન થાય છે એમ છે જ નહિ. શરીરનું પરિણમન, જીવનું નિમિત્ત છે તેથી થયું છે કે જીવની અનુભૂતિનું પરિણમન, નિમિત્ત છે માટે થયું છે એમ નથી. શરીરની પરિણતિ શરીરમાં અને આત્માની પરિણતિ આત્મામાં છે. આત્માના નિમિત્તે શરીરમાં પરિણતિ થઈ છે એમ નથી. તથા કર્મના ઉદ્રયનો અભાવ છે માટે અનુભૂતિનું પરિણમન થયું છે એમ પણ નથી. વસ્તુનું સ્વરૂપ જ આવું છે. કોઈ વખતે નિમિત્તથી અને કોઈ વખતે ઉપાદાનથી કાર્ય થાય એ સ્યાદ્વાદ નથી પણ ફુદડીવાદ છે, મિથ્યાવાદ છે. ત્રણે કાળ અને ત્રણે લોકમાં ચૈતન્યની કે જડની ક્રમબદ્ધ પરિણતિ પોતપોતાના ઉપાદાનથી થાય છે. એમાં પરની રંચમાત્ર અપેક્ષા નથી. ઉપાદાનનું પરિણમન નિમિત્તથી હંમેશાં નિરપેક્ષ જ થાય છે.
અહીં તો વિશેષ કાર્મણ શરીરની વાત લેવી છે. કાર્મણ શરીર નિમિત્ત છે માટે જીવમાં (રાગાદિ) પરિણમન થાય છે કે જીવમાં સ્વાનુભૂતિ પ્રગટ થઈ માટે કાર્મણ શરીર અકર્મ અવસ્થા રૂપ થાય છે એમ નથી. એવો એ બે વચ્ચે કોઇ સંબંધ નથી. અહીં કહે છે કે કાર્મણ શરીર આદિ જીવને નથી કારણ કે તે પુદ્ગલના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. કહેવું છે તો આત્માથી ભિન્ન પણ અહીં અનુભૂતિથી ભિન્ન કહ્યું કેમકે એ સર્વ શરીરથી ભિન્ન પડી નિજ ચૈતન્યસ્વભાવી આત્માનું લક્ષ કરતાં જે સ્વાનુભૂતિ પ્રગટ થઈ તે સ્વાનુભૂતિમાં હું દેહથી ભિન્ન છું એવો નિજ ચૈતન્યસ્વરૂપ વસ્તુનો અનુભવ થાય છે. બહુ ઝીણી વાત, ભાઈ.
જુઓ, પરમાણુ અને આત્માનો સ્વતંત્ર નિર્બાધ પરિણમનસ્વભાવ હોવાથી તેઓ ક્રમપ્રવાહરૂપે નિરંતર પરિણમ્યા કરે છે. તેમાં બીજો હોય તો પરિણમે એમ છે જ નહિ. કાળદ્રવ્ય ન હોય તો પરિણમન ન થાય એમ જ્યાં કહ્યું છે ત્યાં તો (યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવી) કાળદ્રવ્યને સિદ્ધ કરવાનું પ્રયોજન છે. ખરેખર તો સર્વ દ્રવ્યોનો સ્વતંત્ર પરિણમનસ્વભાવ છે. ત્યાં કોઈ કહે કે કાળદ્રવ્ય પરિણમનમાં નિમિત્ત તો છે ને? (નિમિત્ત છે એની કોણ ના પાડે છે?) પણ તેથી સર્વ દ્રવ્યોમાં થતું પરિણમન શું કાળદ્રવ્યને લીધે છે? (ના, એમ નથી). દરેક પદાર્થનું પરિણમન પોતાના કારણે જ છે. દરેક પદાર્થ તે તે સમયે ક્રમસર-ક્રમબદ્ધ પ્રવાહરૂપે પરિણમે છે.
પ્રવચનસાર ગાથા ૯૩માં દ્રવ્ય સંબંધી વિસ્તારસમુદાય અને આયતસમુદાયની વાત આવે છે. દ્રવ્યમાં જે અનંતગુણો એક સાથે છે તે વિસ્તારસમુદાય છે અને ક્રમપ્રવાહરૂપે દોડતી જે પર્યાયો છે તે આયતસમુદાય છે. ત્યાં પર્યાયો જે છે તે ધારાવહી દોડતા ક્રમબદ્ધ-પ્રવાહરૂપે છે. વળી એમાં જ (પ્રવચનસારમાં) ગાથા ૧૦૨માં દરેક પદાર્થની જન્મક્ષણની વાત છે. એટલે કે પદાર્થમાં જે તે પર્યાયનો જન્મ-ઉત્પત્તિ થવાનો પોતાનો કાળ છે તેથી તે થાય છે. નિમિત્ત છે માટે તે પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. નિમિત્ત