સમયસાર ગાથા પ૦-પપ ] [ ૯૯ થાય છે તે થાય જ નહિ. ભાઈ! આ તો વીતરાગ સર્વજ્ઞનો માર્ગ કોઈ અલૌકિક છે! (તેને ખૂબ રુચિથી સમજવો જોઈએ).
૧૦. જે અપ્રીતિરૂપ દ્વેષ છે તે બધોય જીવને નથી. અસંખ્ય પ્રકારના જે અણગમારૂપ દ્વેષના ભાવ છે તે બધાય જીવને નથી કારણ કે જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે તે દ્વેષભાવ ભિન્ન રહી જાય છે. દ્વેષભાવમાં ચૈતન્યના જ્ઞાનનો અંશ નથી. તેથી તે જીવથી અન્ય અજીવ પુદ્ગલ-પરિણામમય છે. આ અજીવ અધિકાર ચાલે છે ને? જીવ તો ચૈતન્યમય ચિત્સ્વરૂપ છે. તેની ચૈતન્યશક્તિનો અંશ દ્વેષમાં નથી. માટે દ્વેષ સઘળોય અચેતન અજીવ છે કેમકે અનુભૂતિથી તે ભિન્ન છે.
૧૧. જે યથાર્થ તત્ત્વની અપ્રતિપત્તિરૂપ મોહ છે તે બધોય જીવને નથી. વાસ્તવિક ચિદ્ઘનસ્વરૂપ ચિદાનંદમય આત્માની વિપરીત માન્યતારૂપ મોહ છે. એવો મોહભાવ બધોય આત્માને નથી કારણ કે તે પુદ્ગલપરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે. અહાહા! જેણે નિજ ચૈતન્યમય સ્વદ્રવ્યનો આશ્રય લીધો છે તે મિથ્યાત્વના પરિણામથી ભિન્ન પડી જાય છે. તેનામાં મિથ્યાત્વના પરિણામ રહેતા નથી એમ અહીં કહે છે. ચૈતન્યના સત્ત્વરૂપ જે આત્મા છે તેનાથી અનેક વિપરીત માન્યતારૂપ મોહ છે. એ સઘળોય મોહ જીવને નથી કેમકે ચૈતન્યના સત્ત્વમાં તેનો પ્રવેશ નથી અને શુદ્ધ ચૈતન્યનો એકનો અનુભવ કરતાં એ બધીય મિથ્યા માન્યતારૂપ મિથ્યાત્વનો નાશ થઇ જાય છે. જગતમાં તત્ત્વના સ્વરૂપથી વિપરીત અનેક મિથ્યા માન્યતાઓ હોય છે. તે બધીય જડ પુદ્ગલના પરિણામમય હોવાથી સ્વાનુભૂતિથી ભિન્ન છે. એટલે કે સ્વાનુભૂતિ થતા એ બધીય મિથ્યા માન્યતાઓનો અભાવ થઈ જાય છે માટે તે જીવને નથી.
૧૨. હવે આસ્ત્રવની વાત કરે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જેમનાં લક્ષણ છે એવા જે પ્રત્યયો એટલે કે આસ્રવો-તે બધાય જીવને નથી. અહીં કષાયમાં પ્રમાદ ગર્ભિત થઈ જાય છે. અહીં મલિન પર્યાયને-ભાવાસ્રવને પુદ્ગલના પરિણામમય કહ્યા છે, કારણ કે પોતે જ્યાં ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો આશ્રય કરે છે ત્યાં આસ્રવના પરિણામ અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. મિથ્યાત્વ તો ત્યારે ન જ હોય પણ અન્ય આસ્રવો પણ ભિન્ન રહી જાય છે. આ જડ મિથ્યાત્વાદિની વાત નથી. આ તો જે મલિન પરિણામરૂપ આસ્રવો-મિથ્યાત્વભાવ, અવિરતિભાવ, છઠ્ઠા ગુણસ્થાનનો પ્રમાદ કષાયભાવ, અને યોગ છે તે જીવના પરિણામ નથી કેમકે તે અનુભૂતિથી ભિન્ન છે. જો તે ચૈતન્યસ્વરૂપ જીવના પરિણામ હોય તો સદાય ચૈતન્યની સાથે રહે. પણ એમ નથી કેમકે ચૈતન્યના અનુભવથી તેઓ ભિન્ન રહી જાય છે.
આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. તેના પરિણામ, જ્ઞાન અને આનંદમય જ હોય છે. ચિત્શક્તિ જેનું સર્વસ્વ છે એવી ચૈતન્યમય વસ્તુના પરિણામ ચૈતન્યની જાતના જ