૧૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ હોય. શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થયેલ પરિણામ શુદ્ધ ચૈતન્યમય જ હોય. પરંતુ આ આસ્રવો બધાય પુદ્ગલ પરિણામમય હોવાથી સ્વાનુભૂતિથી ભિન્ન છે. તેથી તે જીવને નથી. અહો! આચાર્યદેવે સ્વભાવની દ્રષ્ટિ કરી સ્વાનુભૂતિની નિર્મળ પરિણતિ પ્રગટ કરવાની શું પ્રેરણા કરી છે!
તો મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમા અધિકારમાં શ્રીમાન્ પંડિતપ્રવર ટોડરમલજીએ એમ કહ્યું છે કે-‘ભાવકર્મ એ આત્માનો ભાવ છે અને તે નિશ્ચયથી આત્માનો જ છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે તેથી વ્યવહારથી તેને કર્મનો કહીએ છીએ’ વળી પંચાસ્તિકાયમાં પણ ભાવકર્મ આત્માનો ભાવ છે એમ કહ્યું છે. તે ભાવકર્મ થાય છે તે પોતાનો છે અને પોતાથી થાય છે એમ તેમાં કહ્યું છે. કર્મનો કહેવો એ તો નિમિત્તથી-વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી તો વિકારના પરિણામ જીવમાં થાય છે અને તેને જીવ કરે છે. ઉપર કહ્યું તે બન્ને શાસ્ત્રોમાં શૈલી જુદી છે. એમાં રાગ પોતાની પર્યાયમાં થાય છે તે તેમ જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. (સ્વભાવને ઓળખે નહિ અને) કોઈ એમ માની લે કે આસ્રવના પરિણામ જડથી છે અને જડના છે તેને પર્યાયનું યથાર્થ જ્ઞાન કરાવવા એમ કહ્યું કે ભાવકર્મ જીવના પરિણામ છે. (અન્યથા તે આસ્રવોથી નિવૃત્ત થવા શા માટે ઉપાય કરે?)
અહીં આ ગાથામાં અપેક્ષા જુદી છે. ભાવકર્મ પ્રથમ આત્માના (અવસ્થામાં) સિદ્ધ કરી પછી તે જીવને નથી એમ કહ્યું છે. અહાહા! આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાયકસ્વભાવી આખું અભેદ ચૈતન્યદળ છે. એનો અનુભવ કરતાં આસ્રવો અનુભવમાં (જ્ઞાનમાં) સ્વપણે આવતા નથી, જુદા જ રહી જાય છે. માટે તેઓ નિશ્ચયે જીવના નથી. અહીં દ્રષ્ટિ અપેક્ષાએ કથન કર્યું છે. ભાઈ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ સૂક્ષ્મ છે. (જ્યાં જે શૈલી હોય તે યથાર્થ સમજવી જોઈએ)
એક બીજુ એમ કહે કે મિથ્યાત્વના બે પ્રકાર છે, એક જીવ મિથ્યાત્વ અને બીજુ અજીવ મિથ્યાત્વ. (સમયસાર ગાથા ૧૬૪/૬પ) ભાઈ! એ કઈ અપેક્ષાએ કહ્યું છે? એ તો જીવના પરિણામ જીવમાં અને જડના પરિણામ જડમાં એટલું બતાવવા કહ્યું છે. જ્યારે અહીં તો કહે છે કે ચૈતન્યસ્વરૂપ જે ત્રિકાળી શુદ્ધ આત્મા છે તેના તે આસ્રવ પરિણામ નથી, કારણ કે અનુભૂતિની પર્યાય નિજ ચૈતન્યસ્વભાવમાં ઢળતાં તે આસ્રવો અનુભૂતિથી ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી. ભાઈ, આ તો અંતરના અનુભવની વાત છે. તે કાંઈ કોરી પંડિતાઈથી પાર પડે એમ નથી.
અહાહા....! ચૈતન્યસ્વરૂપી જે જીવવસ્તુ છે તેને મિથ્યાત્વાદિ આસ્રવો નથી. કેમ તેને નથી? કેમકે ચૈતન્યસ્વરૂપ ભગવાનની અનુભૂતિ કરતાં તે આસ્રવો જુદા રહી જાય છે. તેનું (આસ્રવનું) અસ્તિત્વ ભલે હો, પરંતુ તે અસ્તિત્વ પર અજીવ તરીકે રહી જાય છે. આસ્રવો જીવને નથી તેથી તેઓ પર્યાયમાં તદ્ન ઉત્પન્ન જ થતા નથી એમ નથી. એ