સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૦૧ તો આગળના ગુણસ્થાને જાય ત્યારે (ક્રમશઃ) ઉત્પન્ન ન થાય. પરંતુ નીચેના ગુણસ્થાને (યથાસંભવ) ઉત્પન્ન તો થાય છે, પરંતુ અનુભૂતિમાં આવતા નથી. આત્માનુભવ થતાં મિથ્યાત્વના પરિણામ તો ઉત્પન્ન જ થતા નથી. પરંતુ બીજા આસ્રવો તો છે. પરંતુ સ્વરૂપમાં ઢળેલી જે અનુભૂતિ તે અનુભૂતિથી તેઓ ભિન્ન રહી જાય છે માટે તે જીવના નથી, પુદ્ગલના પરિણામ છે. અહો વસ્તુનું સ્વરૂપ! અહો સમયસાર! એમાં કેટકેટલું ભર્યું છે, હેં!
ત્યારે કોઈ વળી એમ કહે છે કે (સોનગઢમાં) એકલું સમયસાર શાસ્ત્ર જ વાંચે છે. ભાઈ! એમાં દોષ શું છે? સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસજીએ શું કીધું છે? ત્યાં કહ્યું છે કેઃ-
જગતમાં જિનવાણીનો પ્રચાર થયો અને ઘેર ઘેર સમયસાર નાટકની ચર્ચા થવા લાગી. હવે એની ચર્ચા ફેલાઈ એટલે શું અન્ય શાસ્ત્રો ખોટાં છે એમ અર્થ છે? અન્ય શાસ્ત્રોનો પ્રચાર ઓછો છે એટલે એ ખોટાં છે એમ ઠરાવાય? બાપુ! એમ અર્થ ન થાય. વળી ત્યાં જ આગળ એમ લખ્યું છે કે રૂપચંદ આદિ વિવેકી પંડિતો પાંચેય એક સ્થાનમાં બેસીને પરમાર્થની જ ચર્ચા કરતા હતા, બીજી કાંઈ નહિ-‘પરમારથ ચર્ચા કરૈ, ઇનકે કથા ન ઔર.’ એથી શું એ એકાન્ત થઈ ગયું? પણ જેની બુદ્ધિ મલિન છે તે એને સમજી શકે નહિ તો શું થાય? ભાઈ! સમયસાર એ તો દિવ્યધ્વનિનો સાર છે.
૧૩. જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયરૂપ કર્મ છે તે બધુંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. શું કહ્યું? કે જીવને આઠ કર્મ નથી કારણ કે તે પરદ્રવ્ય છે. તે પરદ્રવ્ય કેમ છે? કારણ કે કર્મના સંગે તેના તરફના વલણનો જે ભાવ હતો તે સ્વદ્રવ્યની અનુભૂતિથી ભિન્ન પડી જાય છે માટે.
પ્રશ્નઃ– કર્મ તો આત્માને રોકે છે એમ આવે છે ને?
ઉત્તરઃ– આત્માને કોણ રોકે? પોતે (વિકારમાં) રોકાય છે ત્યારે ‘કર્મ રોકે છે’