૧૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ એમ કહેવામાં આવે છે. કર્મ તો જડ છે. શું જડ આત્માને રોકી શકે છે? ‘કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ.’ ભૂલ મારી પોતાની જ છે. ‘અધિકાઈ’ એટલે અધિક એમ નહીં, પણ પોતાની ભૂલને કારણે વિકાર થાય છે. અહીં ગાથામાં કહે છે કે અંદર અનુભૂતિ થતાં એ વિકારના પરિણામ ભિન્ન રહી જાય છે, અનુભવમાં આવતા નથી. આવો જૈન પરમેશ્વરનો માર્ગ લોકોએ લૌકિક જેવો કરી નાખ્યો છે.
પ્રશ્નઃ– જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન ઉઘડે ને?
ઉત્તરઃ– (ના). પોતાની યોગ્યતાથી જ્ઞાન ઉઘડે છે તેવી રીતે પોતાની યોગ્યતાથી આત્મામાં (પર્યાયમાં) વિકાર થાય છે.
પ્રશ્નઃ– જીવનો સ્વભાવ તો કેવળજ્ઞાન છે. છતાં વર્તમાનમાં જે સંસાર અવસ્થા છે તથા જ્ઞાનમાં ઓછપ છે તે કર્મના ઉદયને કારણે છે કે કર્મના ઉદય વિના છે?
ઉત્તરઃ– વર્તમાન સંસાર અવસ્થામાં જ્ઞાનની જે ઓછપ છે તે પોતાના કારણે છે. કર્મના ઉદયને કારણે થઈ છે એમ નથી. એનું ઉપાદાનકારણ પોતે આત્મા છે. પોતાની યોગ્યતાથી જ જ્ઞાનમાં ઓછપ થઈ છે, કર્મના કારણે નહિ. કર્મ તો જડ પરવસ્તુ છે. તેથી જ્ઞાનાવરણાદિ કર્મો ખરેખર કાંઈ કરતાં નથી. પોતાનું અશુદ્ધ ઉપાદાન છે તેથી જ્ઞાનમાં ઓછપ થઈ છે. કર્મ તો ત્યાં નિમિત્ત માત્ર છે. કર્મ માર્ગ આપે તો ક્ષયોપશમ થાય એમ નથી. પોતાની યોગ્યતાથી પોતામાં અને કર્મના કારણે કર્મમાં ક્ષયોપશમ થાય છે. કર્મના ઉદયને કારણે જ્ઞાન હીણું છે એમ નથી. પણ પોતે જ્યારે જ્ઞાનની હીણી દશારૂપે પરિણમે ત્યારે જ્ઞાનાવરણીય કર્મ નિમિત્તમાત્ર છે.
પરંતુ અહીં બીજી વાત છે. અહીં તો એમ કહે છે કે, વસ્તુ જે શુદ્ધ ચૈતન્ય-સ્વભાવી આત્મા છે એમાં ઢળતાં તે કર્મના પરિણામ અનુભવમાં આવતા નથી, અનુભૂતિથી ભિન્ન પરપણે રહી જાય છે. કર્મના જે પરિણામ છે તે જડ પુદ્ગલથી નીપજેલા છે. તેથી શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માથી તેઓ ભિન્ન છે એ વાત તો છે જ પરંતુ અહીં તો એમ કહે છે કે શુદ્ધ ચૈતન્યવસ્તુનો અનુભવ કરતાં, તે કર્મો તરફના વલણવાળી જે વિકારી દશા તે અનુભૂતિથી ભિન્ન રહી જાય છે. માટે તે આઠેય કર્મ જીવને નથી. આયુ, વેદનીય આદિ કર્મ જીવને નથી.
આગળ ૬૮મી ગાથામાં આવે છે કે જવપૂર્વક જે જવ થાય છે તે જવ છે. તેમ પુદ્ગલથી પુદ્ગલ થાય. ત્યાં અપેક્ષા એમ છે કે જીવના સ્વભાવમાં વિકાર નથી તથા વિકાર ઉત્પન્ન કરે એવી જીવની કોઈ શક્તિ કે સ્વભાવ નથી. છતાં પર્યાયમાં વિકાર છે તો એનો ર્ક્તા કોણ છે તો કહે છે કે પુદ્ગલ ત્યાં પર્યાયબુદ્ધિ છોડાવવા એમ કહ્યું કે ચૌદેય ગુણસ્થાન જીવને નથી. ત્યારે મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે-‘તત્ત્વનિર્ણય કરવામાં કાંઈ