Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 643 of 4199

 

સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૨પ સમ્યગ્દર્શન પણ સ્વભાવની દ્રષ્ટિથી જ થાય છે, પરંતુ નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને અધિગમ સમ્યગ્દર્શન કહે છે.

પ્રશ્નઃ– જો નિમિત્તથી કાંઈ ન થાય તો અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ શા માટે કહ્યું છે?

ઉત્તરઃ– એ તો નિમિત્તની ઉપસ્થિતિમાં શ્રવણ કર્યું હતું કે-‘અહો! તું શુદ્ધાત્મા છો’ એ બતાવવા કહ્યું છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે અમારા ગુરુએ અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો હતો. ત્યાં ઉપદેશ આપ્યો એવું પહેલાં લક્ષ હતું. પણ પછી તે લક્ષ છોડીને જ્યારે શુદ્ધાત્માની સન્મુખ થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. ત્યારે નિમિત્તનું લક્ષ રહેતું નથી. અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તથી કથન કર્યું છે. બાકી જેને સમ્યગ્દર્શન થાય છે તેને સ્વભાવના આશ્રયે જ થાય છે. નિમિત્તના આશ્રયે નહિ.

૨૮. પર્યાપ્ત તેમ જ અપર્યાપ્ત એવાં બાદર ને સૂક્ષ્મ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી. ગજબ વાત છે! બધાંય જીવસ્થાનો જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય છે તેથી અનુભૂતિથી ભિન્ન છે. અભેદ શુદ્ધ વસ્તુમાં ભેદ નથી. કેમકે અભેદના ધ્યાનમાં તે ભેદ અંદર આવતા નથી.

શંકાઃ– શાસ્ત્ર વાંચતાં જ્ઞાન થાય છે એમ નથી. એટલે કે નિમિત્તથી જ્ઞાન થતું નથી તો આપ શાસ્ત્ર શા માટે વાંચો છો? શાસ્ત્ર તો નિમિત્ત છે, પરદ્રવ્ય છે. અને આ જ (સમયસાર જ) કેમ વાંચો છો? બીજાં શાસ્ત્રો કેમ વાંચતા નથી? માટે નિમિત્તમાં કાંઈક વિશેષતા તો છે જ.

સમાધાનઃ– ભગવાન! નિમિત્તથી કાંઈ ન થાય. ભાઈ! તને નિમિત્તથી થાય છે એમ કેમ સૂઝે છે? નિમિત્તથી લાભ થવાનું તો દૂર રહો, અહીં તો કહે છે કે જ્યાં સુધી નિમિત્તનું લક્ષ છે ત્યાંસુધી વિકલ્પ છે અને તે વિકલ્પ પુદ્ગલના પરિણામમય છે, કારણ કે અંતરમાં લક્ષ જાય છે ત્યારે તે વિકલ્પના પરિણામ અનુભૂતિમાં આવતા નથી. અહાહા! જે સાંભળ્‌યું છે તે પોતાની જ્ઞાનની પર્યાય છે અને તે પર્યાય પોતાથી (જીવથી) થઈ છે, નિમિત્તથી કે વાણીથી થઈ નથી. છતાં તે પરલક્ષી જ્ઞાનની પર્યાય પણ, નિર્મળ પર્યાયને અંતરમાં વાળતાં, પર તરીકે રહી જાય છે. ભાઈ! આ તો જેને અંતરની વાત સમજવી હોય તેને માટે છે. તે સમજવા પણ કેટલો પુરુષાર્થ જોઈએ!

૨૯. મિથ્યાદ્રષ્ટિ અર્થાત્ વિપરીત દ્રષ્ટિના પરિણામ તે પહેલું ગુણસ્થાન, સાસાદન સમ્યગ્દ્રષ્ટિ તે બીજું ગુણસ્થાન, સમ્યગ્મિથ્યાદ્રષ્ટિ મિશ્ર તે ત્રીજું ગુણસ્થાન, અસંયત