Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 644 of 4199

 

૧૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ સમ્યગ્દ્રષ્ટિ તે ચોથું ગુણસ્થાન છે. અહા! પરિણામને દ્રવ્યમાં વાળતાં તે અસંયત સમ્યગ્દ્રષ્ટિના પરિણામ પણ લક્ષમાં રહેતા નથી. અવિરત સમ્યગ્દ્રષ્ટિપણું-સમ્યક્ત્વ પણ પર્યાય છે. અને પર્યાય ઉપર લક્ષ જતાં તો રાગ જ થાય છે. તેથી અહીં કહે છે કે અસંયતસમ્યગ્દ્રષ્ટિપણું પણ પુદ્ગલના પરિણામ છે. અહાહા! પરિણામ જ્યારે અંતરમાં વળે છે ત્યારે અસંયત સમ્યક્ત્વના પરિણામ પણ અનુભૂતિમાં આવતા નથી. એકમાત્ર અભેદ વસ્તુ અનુભૂતિમાં આવે છે, જણાય છે.

સંયતાસંયત તે શ્રાવકનું પાંચમું ગુણસ્થાન, પ્રમત્તસંયત તે છઠ્ઠું ગુણસ્થાન, અપ્રમત્તસંયત તે સાતમું ગુણસ્થાન, અપૂર્વકરણ તે આઠમું ગુણસ્થાન છે. તેમાં ઉપશમ અને ક્ષપક બન્નેય લેવાં. અનિવૃત્તિકરણ-ઉપશમ અને ક્ષપક તે નવમું ગુણસ્થાન, સૂક્ષ્મસાંપરાય-ઉપશમ અને ક્ષપક તે દશમું ગુણસ્થાન, ઉપશાંતકષાય તે અગિયારમું ગુણસ્થાન, ક્ષીણકષાય તે બારમું ગુણસ્થાન, સયોગ કેવળી તે તેરમું અને અયોગ કેવળી તે ચૌદમું ગુણસ્થાન છે. આ ગુણસ્થાનો છે તે મોહ અને યોગના ભેદથી બને છે. આવા ભેદલક્ષણવાળા જે ગુણસ્થાનો છે તે બધાંય જીવને નથી. જીવદ્રવ્યમાં ભેદ નથી અને દ્રવ્યનો અનુભવ કરતાં તેમાં પણ ભેદ આવતો નથી. માટે ભેદ બધોય પુદ્ગલનો છે. ભાઈ! આ તો અલૌકિક અદ્ભુત માર્ગ છે! બાપુ! ભવસિંધુને તરવાનો આ ઉપાય છે. ૪૮ના અવતાર એ મોટો ભવસિંધુ છે. ચૈતન્યસિંધુ ભગવાન આત્માને આશ્રયે જતાં એ ભવસિંધુ તરી જવાય છે. પર્યાયના આશ્રયે તરાય એમ નથી.

વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન આદિ જડપણું તો જીવને નથી, પણ શુભરાગ પણ જીવને નથી કેમકે રાગમાં ચૈતન્યનો અભાવ છે. અહીં તો વિશેષ કહે છે કે ભેદમાં પણ ચૈતન્યનો અભાવ હોવાથી ભેદ પણ જીવને નથી. ત્રિકાળી ભગવાન આત્મામાં તે સઘળા ભેદો નથી. તથા આત્માના આશ્રયે પ્રગટ થતી અનુભૂતિમાં પણ તે ભેદો આવતા નથી. આવી વાત છે, ભાઈ. એક અક્ષર ફરતાં આખી વાત ફરી જાય એમ છે. બાપુ! આ તો વીતરાગ પરમેશ્વર ત્રિલોકનાથની દિવ્યધ્વનિ છે. અનુભૂતિની જે પર્યાય દ્રવ્ય ઉપર ઢળી છે તે અભેદ એકરૂપ આત્માને જ જુએ છે, એને અભેદમાં ભેદ ભાસતો નથી. તેથી ભેદને પુદ્ગલના પરિણામ કહ્યા છે.

આ પ્રમાણે ઉપરોક્ત બધાય ભાવો પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી જીવને નથી. જીવ તો પરમાત્મસ્વરૂપ ચૈતન્યશક્તિ-સ્વભાવમાત્ર છે.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૩૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

वर्ण–आद्याः જે રંગ, ગંધ આદિ બાહ્ય પદાર્થો वा અથવા राग–मोह–आदयः वा રાગ-મોહાદિક અભ્યંતર भावाः પરિણામો છે તે सर्वे एव બધાય अस्य पुंसः