Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 645 of 4199

 

સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૨૭ પુરુષથી-આત્માથી भिन्नाः ભિન્ન છે. આ બધાય ભાવો ભગવાન આત્માને નથી. तेन एव તેથી अन्तः तत्त्वतः पश्यतः અંતર્દ્રષ્ટિ વડે જોનારને, શુદ્ધ અંતઃતત્ત્વની અનુભૂતિ કરનારને अमी नो द्रष्टाः स्युः એ બધા દેખાતા નથી. અહા! આવું તત્ત્વ પકડાય-સમજાય નહિ એટલે અજ્ઞાની બાહ્ય વ્રત-તપને, ક્રિયાકાંડને ધર્મ માની લે છે. પરંતુ ભાઈ! તું ભૂલો પડયો છે. જે માર્ગે જવાનું હતું તે માર્ગે ગયો નહિ અને જે માર્ગથી ખસવાનું હતું તે ખોટા માર્ગે તું ચઢી ગયો છે. અંદર ભગવાન આનંદનો નાથ પૂર્ણ સ્વરૂપે જ્યાં છે ત્યાં જવું છે, નાથ! તેને પ્રાપ્ત કરવો છે, પ્રભુ! તો તે જ્યાં છે ત્યાં જા ને! તને તે અવશ્ય પ્રાપ્ત થશે. શું તે પર્યાયમાં, રાગમાં, નિમિત્તમાં કે ભેદમાં છે કે ત્યાં તું શોધે છે? (ત્યાં નથી, ભાઈ!)

જ્ઞાયકભાવને અર્થાત્ ચૈતન્યશક્તિ-સ્વભાવભાવને અંતર્દ્રષ્ટિ વડે જોતાં તે બધા ભેદ ભાવો દેખાતા નથી. અહાહા! વર્તમાન પર્યાય અંતર્મુખ થઈ ચિદાનંદઘનમય શુદ્ધ અંતઃ તત્ત્વને જ્યાં જુએ છે ત્યાં એ બધા ભેદો અનુભૂતિમાં જણાતા નથી. આવો માર્ગ છે, પ્રભુ!

પ્રશ્નઃ– પણ તેનું (માર્ગ પ્રાપ્ત કરવાનું) કાંઈ સાધન છે કે નહીં? કે એમ ને એમ પ્રાપ્ત થાય છે?

ઉત્તરઃ– સાધન છે ને. પ્રજ્ઞાછીણી વા આત્માનુભવ એ સાધન છે. વ્યવહારના વિકલ્પ જે છે એ કોઈ એનું સાધન છે જ નહિ. રાગથી ભિન્ન પડવાનું સાધન બહાર નથી. અંતર્દ્રષ્ટિ એ સાધન છે. અહા! સાંસારિક ધંધામાં કેટકેટલી સાવધાની રાખે? એમાં કેટલા ઉલ્લસિત પરિણામ હોય છે? અને અહીં જ્યાં ભગવાનમાં જવું છે ત્યાં ઉલ્લાસ ન મળે, સાવધાની ન મળે તો માર્ગ કેમ પ્રાપ્ત થાય?

અહીં કહે છે કે શુદ્ધ અંતઃતત્ત્વમાં ભેદો નથી. શુભરાગ અને નિમિત્તની વાત તો કયાંય દૂર રહી ગઈ. એ તો સ્થૂળ બહિર્તત્ત્વ છે. અંતઃતત્ત્વ એવું જે દ્રવ્ય અર્થાત્ ચૈતન્યસ્વભાવ તેને જોનાર-અનુભવનાર પર્યાયને એમાં ભેદ ભાસતા નથી, एकं परं द्रष्टं स्यात् માત્ર એક સર્વોપરિ તત્ત્વ જ દેખાય છે. એટલે કે કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદ આત્મા જ દેખાય છે. ભાઈ! આ તો એકલા માખણની વાત છે!

અહો! શું સમયસારની શૈલી! શું તેની અગાધતા! શું તેની ભાષા! કોઈને એમ થાય કે એકલા સમયસારની જ પ્રશંસા કરે છે. બાપુ! એમ અર્થ ન થાય, ભાઈ. અમને તે સર્વ ભાવલિંગી સંતોનાં શાસ્ત્ર પૂજ્ય છે. દર્શનસારમાં દિગંબર મુનિરાજ શ્રી દેવસેનાચાર્ય કહે છે કે- પ્રભો! (કુંદકુંદાચાર્યદેવ) આપ મહાવિદેહક્ષેત્રમાં જઈને જો આ વસ્તુ ન લાવ્યા હોત તો અમે ધર્મ કેમ પામત? એટલે શું એમના ગુરુ પાસે કાંઈ ન હતું એમ અર્થ થાય? ભાઈ! એમ નથી. અહા! સાક્ષાત્ અરિહંત પરમાત્મા બિરાજે છે ત્યાં પ્રભુ આપ ગયા અને આ વાત લાવ્યા-એમ ત્યાં પ્રમોદ બતાવ્યો છે. એથી કરીને (આ વચન વડે) પોતાના ગુરુનો