૧૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ અનાદર કર્યો છે વા પોતાના ગુરુની પરંપરામાં કાંઈ ન હતું એવો અર્થ ન થાય. શ્રી કુંદકુંદાચાર્યની અધિક્તા-વિશેષતા ભાસી છે તેથી બહુમાનથી એમ કહ્યું છે. કવિ શ્રી વૃંદાવનદાસજીએ પણ કહ્યું છે કે-કુંદકુંદાચાર્ય સમાન થયા નથી, છે નહિ અને થશે નહિ. ‘હુએ, ન હૈં, ન હોંહિંગે મુનિંદ કુંદકુંદસે.’ એટલે શું બીજા મુનિઓનો એમાં અનાદર કરે છે એવો અર્થ છે? જે વિશેષતા દ્વારા પોતાનો ઉપકાર થયો તેને તે વર્ણવે છે.
અહીં કહે છે કે-દ્રષ્ટિ અંતર્મુખ થતાં એક ઉત્કૃષ્ટ વસ્તુ, અભેદ ચૈતન્યસામાન્ય જ અનુભવાય છે, દેખાય છે, જણાય છે. અલબત, તે અભેદને અવલોકે છે તો વર્તમાન પર્યાય, પણ તે પર્યાય ભેદને અવલોક્તી નથી, એક અભેદને જ અવલોકે છે.
પરમાર્થનય અભેદ જ છે. તેથી તે દ્રષ્ટિથી જોતાં ભેદ દેખાતો નથી. પરમાર્થનયની દ્રષ્ટિમાં આત્મા એક ચૈતન્યમાત્ર જ દેખાય છે. પરમાર્થદ્રષ્ટિ પર્યાયના ભેદોને સ્વીકારતી નથી. એટલે વ્યવહારનય છે જ નહિ એમ નથી. નય છે તે જ્ઞાન છે અને જો જ્ઞાન છે તો તેનો વિષય કેમ ન હોય? માટે વ્યવહારનયનો વિષય જે ભેદ તે છે. પરંતુ ભાઈ! તે આશ્રય કરવા લાયક નથી. માટે તેનો અહીં નિષેધ કર્યો છે.
આ શાસ્ત્રની ટીકાના ચોથા કળશમાં આવે છે કે-નિશ્ચયનય અને વ્યવહારનયને વિષયની અપેક્ષાએ વિરોધ છે. તથા ભગવાને તો એક શુદ્ધ ત્રિકાળી જીવને જ ઉપાદેય કહ્યો છે. ‘जिन वचसि रमन्ते’-એનો અર્થ કળશટીકાકારે આવો કર્યો છે કે-‘આસન્નભવ્ય જીવો દિવ્યધ્વનિ દ્વારા કહી છે ઉપાદેયરૂપ શુદ્ધ જીવવસ્તુ તેમાં સાવધાનપણે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ કરે છે. વિવરણ-શુદ્ધ જીવવસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ કરે છે તેનું નામ રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ છે.’ જિનવચનમાં રમવું એમ જે કહ્યું છે તેનો અર્થ એ થાય છે કે જિનવચનમાં જે ત્રિકાળી શુદ્ધ જીવવસ્તુને ઉપાદેય કહી છે તેમાં રમવું; પરંતુ ઉભયનયમાં-વિરુદ્ધ બન્ને નયોમાં રમવું એવો અર્થ નથી. જિનવચનમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને નય કહ્યા છે. પરંતુ બન્ને નયમાં ન રમાય. કાં તો અજ્ઞાનપણે વ્યવહારનયના વિષયમાં રમાય અથવા જ્ઞાનપણે અંતરના વિષયમાં રમાય.
મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં આવે છે કે-‘જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે માટે અમારે એ બન્ને નયોનો અંગીકાર કરવો, એ પ્રમાણે વિચારી જેમ કેવળ નિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું એ પ્રમાણે તો તે નિશ્ચયનો અંગીકાર કરે છે તથા જેમ કેવળ વ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તેમ વ્યવહારનો અંગીકાર કરે છે; જોકે એ પ્રમાણે અંગીકાર કરવામાં બન્ને નયોમાં પરસ્પર વિરોધ છે, તોપણ કરે શું? કારણ બન્ને નયોનું સાચું સ્વરૂપ તેને ભાસ્યું નથી અને જૈનમતમાં બે નય કહ્યા છે તેમાં કોઈને છોડયો પણ જતો નથી તેથી