સમયસાર ગાથા પ૦ થી પપ ] [ ૧૨૯ ભ્રમપૂર્વક બન્ને નયોનું સાધન સાધે છે; એ જીવો પણ મિથ્યાદ્રષ્ટિ જાણવા.’ બહુ સરસ ખુલાસો છે.
અહીં કહે છે કે નિશ્ચયનયની દ્રષ્ટિમાં ચૈતન્યમાત્ર જ આત્મા દેખાય છે. અહાહા! અંતર્દ્રષ્ટિ કરનારને પરમ એટલે ઉત્કૃષ્ટ લક્ષ્મીવાળો ભગવાન આત્મા, સર્વોપરિ એકરૂપ ચૈતન્યતત્ત્વ જ દેખાય છે. એક અભેદની દ્રષ્ટિમાં ભેદ જણાતા નથી. ભાઈ! અંદર આખું ચૈતન્યરત્ન પડયું છે. તેનો મહિમા કરી તેની દ્રષ્ટિ અનંતકાળમાં કરી નહિ અને વ્યવહારનો મહિમા કરી કરીને જન્મ-મરણના ૮૪ના ચક્કરમાં રખડી રહ્યો છે.
અનુભવમાં આત્મા અભેદ જ જણાય છે. માટે તે વર્ણાદિ અને રાગાદિ ભાવો પુરુષથી- આત્માથી ભિન્ન જ છે.
આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંતના જે ભાવો છે તેમનું સ્વરૂપ વિસ્તારથી જાણવું હોય તો ગોમ્મટસાર આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. [પ્રવચન નં. ૯૯ થી ૧૦૪ * દિનાંક ૧૮-૬-૭૬ થી ૨૩-૬-૭૬]