ननु वर्णादयो यद्यमी न सन्ति जीवस्य तदा तन्त्रान्तरे कथं सन्तीति प्रज्ञाप्यन्ते इति चेत्–
गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स।। ५६ ।।
व्यवहारेण त्वेते जीवस्य भवन्ति वर्णाद्याः।
गुणस्थानान्ता भावा न तु केचिन्निश्चयनयस्य।। ५६ ।।
_________________________________________________________________
હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં ‘તે જીવના છે’ એમ કેમ કહ્યું છે? તેનો ઉત્તર ગાથામાં કહે છેઃ-
પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. પ૬.
ભાવાર્થઃ– [एते] આ [वर्णाद्याः गुणस्थानान्ताः भावाः] વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યન્ત ભાવો કહેવામાં આવ્યા તે [व्यवहारेण तु] વ્યવહારનયથી તો [जीवस्य भवन्ति] જીવના છે (માટે સૂત્રમાં કહ્યા છે), [तु] પરંતુ [निश्चयनयस्य] નિશ્ચયનયના મતમાં [केचित् न] તેમનામાંના કોઈ પણ જીવના નથી.
ટીકાઃ– અહીં, વ્યવહારનય પર્યાયાશ્રિત હોવાથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા વસ્ત્રના ઔપાધિક ભાવ (-લાલ રંગ)ની જેમ, પુદ્ગલના સંયોગવશે અનાદિ કાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ (-વર્ણાદિક) ને અવલંબીને પ્રવર્તતો થકો, (તે વ્યવહારનય) બીજાના ભાવને બીજાનો કહે છે; અને નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, બીજાના ભાવને જરા પણ બીજાનો નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના છે અને નિશ્ચયથી જીવના નથી એવું (ભગવાનનું સ્યાદ્વાદવાળું) કથન યોગ્ય છે.
હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી તો અન્ય સિદ્ધાંતગ્રંથોમાં ‘તે જીવના છે’ એમ કેમ કહ્યું છે? તત્ત્વાર્થસૂત્રમાં તો રાગ-દ્વેષ આદિ ઉદયભાવને જીવના કહ્યા છે. અને આપ કહો છો કે તે જીવને નથી. તો એ કેવી રીતે છે? તેનો ઉત્તર ગાથામાં કહે છેઃ-