Pravachan Ratnakar (Gujarati). Gatha: 57.

< Previous Page   Next Page >


PDF/HTML Page 650 of 4199

 

ગાથા–પ૭

कुतो जीवस्य वर्णादयो निश्चयेन न सन्तीति चेत्–

एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्वो।
ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा।। ५७ ।।
एतैश्च सम्बन्धो यथैव क्षीरोदकं ज्ञातव्यः।
न च भवन्ति तस्य तानि तूपयोगगुणाधिको यस्मात्।। ५७ ।।

_________________________________________________________________

હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો ઉત્તર કહે છેઃ-

આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો;
ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. પ૭.

ગાથાર્થઃ– [एतैः च सम्बन्धः] આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ [क्षीरोदकं यथा एव] જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંયોગસંબંધ છે તેવો [ज्ञातव्यः] જાણવો [च] અને [तानि] તેઓ [तस्य तु न भवन्ति] તે જીવના નથી [यस्मात्] કારણ કે જીવ [उपयोगगुणाधिकः] તેમનાથી ઉપયોગગુણે અધિક છે (-ઉપયોગગુણ વડે જુદો જણાય છે).

ટીકાઃ– જેમ-જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદ્રાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી જળ દૂધનું નથી; તેવી રીતે-વર્ણાદિક પુદ્ગલદ્રવ્યના પરિણામો સાથે મિશ્રિત આ આત્માનો, પુદ્ગલદ્રવ્ય સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો વર્ણાદિક સાથે આત્માનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી વર્ણાદિક પુદ્ગલપરિણામો આત્માના નથી.