૧૩૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩
શાસ્ત્રમાં આવે છે કે-જીવનું ઉપયોગલક્ષણ નિત્ય છે. પણ નિત્ય ઉપયોગ-લક્ષણનો નિર્ણય કરનાર પર્યાય છે. ઉપયોગ અર્થાત્ જાણવાના સ્વભાવ વડે ભગવાન આત્મા રાગાદિ ભાવોથી ભિન્ન છે, જુદો છે. પરંતુ રાગાદિથી આત્માને જુદો કરનાર ગુણ નથી, પણ અનુભૂતિની પર્યાય છે. ૪૯ મી ગાથામાં અવ્યક્તના બોલમાં આવ્યું હતું કે-‘ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન (અંતર્ભૂત) છે માટે અવ્યક્ત છે.’ ભગવાન આત્મામાં પર્યાયો અંતર્લીન છે. પરંતુ પર્યાયો જેમાં અંતર્લીન છે એવા અવ્યક્તનો નિર્ણય તો વ્યક્ત પર્યાય જ કરે છે.
અહીં કહે છે કે દૂધ અને જળ એક જગ્યાએ પરસ્પર વ્યાપીને અવગાહ સંબંધ હોવા છતાં, દૂધના ગુણથી-લક્ષણથી જોઈએ તો જળથી દૂધ જૂદું છે એમ જણાય છે. તેમ આત્મા અને પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, આદિના વિકલ્પો અવગાહ સંબંધની અપેક્ષાએ એક જગ્યાએ વ્યાપેલા હોવા છતાં, સ્વભાવની શક્તિથી જોઈએ તો, આત્મા જ્ઞાનગુણ વડે રાગાદિથી જુદો છે, અધિક છે, એમ જણાય છે. રાગથી ભિન્ન પડીને પરિણતિ જ્યારે જ્ઞાયક ઉપર લક્ષ માંડે છે ત્યારે તે ઉદ્ધત (સ્વતંત્ર) પરિણતિ વડે આત્મા રાગથી ભિન્ન ખરેખર અનુભવાય છે. આ રાગથી-પરથી ભિન્ન-અધિક છું એવો અનુભવ ગુણમાં કયાં છે? એવો અનુભવ તો પર્યાયમાં છે.
જેમ દ્રષ્ટાંતમાં ‘સ્વલક્ષણભૂત દૂધપણું-ગુણ’ એમ લીધું હતું તેમ સિદ્ધાંતમાં ‘સ્વલક્ષણભૂત ઉપયોગ-ગુણ એમ લીધું છે. આ આત્મા અને પુણ્ય-પાપ, ગુણસ્થાન આદિ ભાવો એક અવગાહનાએ વ્યાપેલા હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગ-ગુણથી જોતાં, અર્થાત્ પરિણતિ અંતરમાં ઢળે છે ત્યારે, તે ભાવો જ્ઞાનથી-આત્માથી ભિન્ન જણાય છે. તેથી આ સર્વ અન્ય ભાવો પર્યાયમાં છે છતાં દ્રવ્યમાં નથી એમ કહે છે. આવી વાતો છે! આમ આત્મા સર્વ દ્રવ્યોથી અને સર્વ ભાવોથી અધિકપણે પ્રતીત થાય છે.
જેમ દૂધના મીઠાશ ગુણ વડે, દૂધ તથા જળ એક જગ્યાએ વ્યાપેલાં હોવા છતાં, દૂધ જળથી ભિન્ન જણાય છે. તેમ ભગવાન આત્મા જ્ઞાન-ઉપયોગ ગુણ વડે, સ્વભાવભાવ વડે પરથી ભિન્ન દેખાય છે. પણ તે જાણે છે તો પર્યાય. અર્થાત્ આત્મા પરથી જુદો છે એવો નિર્ણય પર્યાય કરે છે. આ જ્ઞાનગુણ વડે ભગવાન આત્મા પરથી જુદો છે એવો જેને અનુભૂતિની પર્યાયમાં નિર્ણય થયો છે તેને આત્મા જુદો છે એમ ખરેખર જાણવામાં આવે છે, કારણ કે ત્રિકાળ જે ઉપયોગ ગુણ છે એમાં જાણવું કયાં થાય છે? દ્રવ્ય-ગુણ તો ધ્રુવ, કૂટસ્થ છે, અક્રિય છે. એમાં કોઈ ક્રિયા, પરિણમન, બદલવું નથી. ક્રિયા તો