સમયસાર ગાથા-પ૭ ] [ ૧૩પ પરિણતિ-પર્યાયમાં છે. રાગની ક્રિયા તો દ્રવ્ય-ગુણમાં નથી. પણ નિર્મળતાની ક્રિયા પણ દ્રવ્ય- ગુણમાં નથી. ક્રિયા પર્યાયમાં છે, તેથી જે પર્યાય અંદર દ્રવ્યસ્વભાવ તરફ વળે છે તે પર્યાય એમ નક્કી કરે છે કે ઉપયોગગુણ વડે આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન છે, અધિક છે. આવી માખણ-માખણની વાત છે.
અજ્ઞાનીને તો બહારની હો-હામાંથી ધર્મ પ્રાપ્ત કરવો છે. થોડું દાન આપે કે એકાદ મંદિર બનાવી ભગવાનની પ્રતિષ્ઠા કરે એટલે જાણે કે ધર્મ થઈ ગયો. તેને અહીં કહે છે કે-ભાઈ! બહારનું તો થવા કાળે ત્યાં (બહાર) થાય છે, એનાથી તારો ભાવ જુદો છે અને વર્તમાનમાં તને થયેલા વિકલ્પ-રાગથી તું ભગવાન જુદો છો. અહાહા! પોતાનું લક્ષણ જે જાણક ઉપયોગ છે એવા ગુણ વડે આત્મા વ્યાપ્ત હોવાને લીધે તે સર્વદ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે. આત્માને વર્ણાદિ સાથે અવગાહ સંબંધ છે, પણ અગ્નિ-ઉષ્ણતાની જેમ તાદાત્મ્યમ સંબંધ નથી. અહાહા! આ જે વ્યવહારરત્નત્રયનો રાગ છે તેની સાથે આત્માને અવગાહ સંબંધ છે પણ તાદાત્મ્ય સંબંધ નથી. તેથી સ્વલક્ષણભૂત જ્ઞાન-ગુણથી જોવામાં આવે તો આત્મા વર્ણાદિથી અને વ્યવહારરત્નત્રયના રાગથી અધિક એટલે ભિન્ન જણાય છે. પર્યાય જ્યાં સ્વભાવ તરફ ઢળી ત્યાં સ્વભાવનું, ગુણસ્થાન આદિ ભેદથી ભિન્નપણું ભાસે છે. આ પ્રમાણે રાગાદિ સાથે આત્માને તાદાત્મ્યપણું નહિ હોવાથી નિશ્ચયથી રાગાદિ સર્વ પુદ્ગલના પરિણામ છે, પરંતુ આત્માના પરિણામ નથી. ભાઈ! આ કોઈ ધારી રાખે એની વાત નથી, પણ અનુભવ કરે એની વાત છે.
અહીં બે પ્રકારના સંબંધની વાત કરી છે. (૧) અવગાહ સંબંધ. (૨) તાદાત્મ્ય સંબંધ. ભગવાન આત્માને રાગાદિ સાથે અવગાહ સંબંધ છે, પણ આત્માને જેવો જ્ઞાનગુણ સાથે તાદાત્મ્ય સંબંધ છે તેવો રાગાદિ સાથે સંબંધ નથી. બીજી રીતે કહીએ તો આત્માને રાગાદિ સાથે એકરૂપતા નથી અર્થાત્ બન્ને વચ્ચે સાંધ-સંધિ છે. તેથી જ્ઞાનની પર્યાયને સ્વભાવમાં વાળતાં બન્ને જુદા પડી જાય છે. આ દયા, દાન, વ્રત, આદિ જે વિકલ્પો છે એની સાથે આત્માને એક્તા નથી, સંધિ છે. માટે જ્ઞાનની પર્યાય જ્યાં સ્વરૂપનું લક્ષ કરી અંદર ઢળી ત્યાં તે વિકલ્પો ભિન્ન પડી જાય છે. પર્યાયમાં આવો અનુભવ થવો તે સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન છે.
આ પ્રમાણે વર્ણાદિથી માંડીને ગુણસ્થાન પર્યંતના સર્વ ભાવો પુદ્ગલના પરિણામો છે પણ આત્માના નથી. વ્યવહારથી પર્યાયનયે તેઓ જીવના છે છતાં નિશ્ચયથી દ્રવ્યનયે તેઓ જીવના નથી એવો સ્યાદ્વાદ છે. આનું નામ સ્યાદ્વાદ છે. વ્યવહારનયે જીવના છે અને નિશ્ચયથી પણ જીવના છે-એ સ્યાદ્વાદ નથી. તથા વ્યવહાર જૂઠો છે કારણ કે તે વસ્તુમાં નથી. કળશટીકામાં અનેક સ્થાન પર વ્યવહારને જૂઠો કહ્યો છે. સત્ય વસ્તુ તો ત્રિકાળી શુદ્ધ ચિત્સ્વરૂપ આત્મા છે. એની અપેક્ષાએ આ સર્વ વ્યવહારના ભાવો જૂઠા