Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 654 of 4199

 

૧૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ છે કેમકે તે મૂળ વસ્તુભૂત નથી. વસ્તુના અંતરમાં-સ્વરૂપમાં વિકારી ભાવો છે જ નહિ. માટે તેઓ જૂઠા છે. પરંતુ એ ભેદો વાસ્તવિકપણે જૂઠા કયારે થાય? કે જ્યારે જ્ઞાનની પર્યાય સ્વરૂપ તરફ વળી અંતર્નિમગ્ન થાય ત્યારે.

પર્યાય તરીકે તો એ ભેદો છે, પણ આત્માના ચૈતન્યસ્વરૂપમાં તેઓ નથી. તેથી વર્ણાદિ ભાવો વ્યવહારથી છે, પણ નિશ્ચયથી આત્માના નથી એવો યથાર્થ સ્યાદ્વાદ છે. તે પ્રમાણે નિમિત્ત છે, પણ નિમિત્તથી (ઉપાદાનમાં) કાર્ય થતું નથી એ સ્યાદ્વાદ છે. બનારસીદાસે કહ્યું છે ને કે- ‘નહિ નિમિત્તકો દાવ.’-નિમિત્તનો કદી દાવ આવતો જ નથી. કાર્તિકેય સ્વામીએ એક ગાથામાં કહ્યું છે કે-પૂર્વ-પરિણામયુક્ત દ્રવ્ય તે કારણ છે અને ઉત્તરપરિણામયુક્ત દ્રવ્ય તે કાર્ય છે તો પછી નિમિત્ત (પર દ્રવ્ય) કારણ છે એ કયાં રહ્યું? વ્યવહારથી કહેવું હોય તો પૂર્વ પરિણામ કારણ અને ઉત્તર પરિણામ કાર્ય કહેવાય. તથા નિશ્ચયથી જોઈએ તો, એ જ પરિણામ કારણ અને એ જ પરિણામ કાર્ય છે.

[પ્રવચન નં ૧૦પ (ચાલુ) * દિનાંક ૨૪-૬-૭૬]