Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 656 of 4199

 

૧૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩ દેખીને [एषः पन्था] આ માર્ગ [मृष्यते] લૂંટાય છે’ એમ [व्यवहारिणः] વ્યવહારી [लोकाः] લોકો [भणन्ति] કહે છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તો [कश्चित् पन्था] કોઈ માર્ગ તો [न च मुष्यते] નથી લૂંટાતો, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; [तथा] તેવી રીતે [जीवे] જીવમાં [कर्मणां नोकर्मणां च] કર્મોનો અને નોકર્મોનો [वर्णम्] વર્ણ [द्रष्ट्वा] દેખીને [जीवस्य] જીવનો [एषः वर्णः] આ વર્ણ છે’ એમ [जिनैः] જિનદેવોએ [व्यवहारतः] વ્યવહારથી [उक्तः] કહ્યું છે. [गन्धरसस्पर्शरूपाणि] એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, [देहः संस्थानादयः] દેહ, સંસ્થાન આદિ [ये च सर्वे] જે સર્વ છે, [व्यवहारस्य] તે સર્વ વ્યવહારથી [निश्चयद्रष्टारः] નિશ્ચયના દેખનારા [व्यपदिशन्ति] કહે છે.

ટીકાઃ– જેમ વ્યવહારી લોકો, માર્ગે નીકળેલા કોઈ સાર્થને (સંઘને) લૂંટાતો દેખીને,

સાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, ‘આ માર્ગ લૂંટાય છે’ એમ કહે છે, તોપણ નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગસ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ લૂંટાતો નથી; તેવી રીતે ભગવાન અર્હંતદેવો, જીવમાં બંધપર્યાયથી સ્થિતિ પામેલો (રહેલો) કર્મ અને નોકર્મનો વર્ણ દેખીને, (કર્મ-નોકર્મના) વર્ણની (બંધપર્યાયથી) જીવમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, ‘જીવનો આ વર્ણ છે’ એમ વ્યવહારથી જણાવે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે એવા જીવનો કોઈ પણ વર્ણ નથી. એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન-એ બધાય (ભાવો) વ્યવહારથી અર્હંતદેવો જીવના કહે છે, તોપણ નિશ્ચયથી, સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણવડે અન્યથી અધિક છે એવા જીવના તે સર્વ નથી, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તાદાત્મ્યલક્ષણ સંબંધનો અભાવ છે.

ભાવાર્થઃ– આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે

વ્યવહારનયથી કહ્યા છે; નિશ્ચયનયથી તેઓ જીવના નથી કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગસ્વરૂપ છે.

અહીં એમ જાણવું કે-પહેલાં વ્યવહારનયને અસત્યાર્થ કહ્યો હતો ત્યાં એમ ન સમજવું કે તે સર્વથા અસત્યાર્થ છે, કથંચિત્ અસત્યાર્થ જાણવો; કારણ કે જ્યારે એક દ્રવ્યને જુદું, પર્યાયોથી અભેદરૂપ, તેના અસાધારણ ગુણમાત્રને પ્રધાન કરીને કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તનૈમિત્તિકભાવ તથા નિમિત્તથી થતા પર્યાયો-તે સર્વ ગૌણ થઈ જાય છે, એક