Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 68 of 4199

 

ભાગ-૧ ] ૬૧

લોકમાં રહેલા સઘળાં પદાર્થો એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી એટલે કે પોતામાં રહેલા પોતાના સ્વરૂપને પ્રાપ્ત થતા હોવાથી સુંદરતા શુદ્ધતા પામે છે. તે કોઈ દ્રવ્યોમાં પરની અપેક્ષા નથી. જીવ અને પુદ્ગલ બન્ને વિભાવપણે પરિણમે છે છતાં તેમના વિભાવ પરિણમનમાં પરની અપેક્ષા નથી, સ્વયં વિભાવપણે પરિણમે છે. બીજા ચાર દ્રવ્યોમાં વિભાવ નથી, સ્વભાવ પરિણમન છે. આ રીતે સર્વ દ્રવ્યોનું સમયપણું સિદ્ધ કર્યું.

અન્ય પ્રકારે માને તો એમાં સર્વ સંકર આદિ દોષો આવી પડે છે. ‘सर्वेषाम् युगपत् प्राप्ति स संकरः।’ બધા જડ, ચેતન દ્રવ્યો મળીને એક થઈ જાય એ સંકર દોષ છે. તથા ‘परस्पर विषयगमनं’ તે વ્યતિકર દોષ છે. ચેતન જડમાં અને જડ ચેતનમાં આવે તે વ્યતિકર દોષ છે. ‘આલાપ પદ્ધતિ’ માં આઠ દોષોનું વર્ણન આવે છે. આ ન્યાયનો વિષય છે. અહીં કહે છે કે લોકમાં છ દ્રવ્યો એકત્વનિશ્ચયગત હોવાથી તેમને આ દોષો લાગુ પડતા નથી. અન્યથા માનવા જતાં દોષોની આપત્તિ આવે છે. વસ્તુમાં દોષ નથી. વિપરીત માન્યતામાં દોષ છે.

વીતરાગ માર્ગ અને તેનું સ્વરૂપ શું છે તેની વાત ચાલે છે. કેવળી પરમાત્મા જિનેશ્વરદેવ એ જ એક સાચા દેવ છે. જગતમાં દેવ હોય તો આ એક જ છે. તેઓ પોતાની દિવ્યશક્તિ કેવળજ્ઞાન દ્વારા બધું જાણે છે. લોકાલોક જાણે છે. તેમનું કહેલું આ તત્ત્વ છે. તેને આચાર્ય ભગવંતો આડતિયા થઈને બતાવે છે.

બધાં દ્રવ્યો એકત્વનિશ્ચયને પ્રાપ્ત હોવાથી સુંદરતા પામે છે. અન્ય પ્રકારે એમાં સંકરાદિ દોષ આવી પડે છે, એટલે કે ચૈતન્યસ્વરૂપ પરમાત્મા પોતે સ્વાધીન એકરૂપ ન રહેતાં બીજામાં ભળી જાય અર્થાત્ બે થઈને એક થઈ જાય ઈત્યાદિ દોષ આવી પડે છે. દ્રવ્ય પોતે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયપણે સ્વતંત્ર ન રહે, પરપણે થઈ જાય, પરમાં ભળી જાય ઈત્યાદિ આપત્તિ આવી પડે છે.

અરે! પોતે આત્મા છે એની એને ક્યાં કિંમત છે? એને તો ધૂળની (પૈસાની), પુણ્યની, ભણતરની અને કાંતો ક્ષયોપશમરૂપ જ્ઞાનની (વિદ્વતાની) કિંમત ભાસે છે. પણ એ બધું તો પર છે.

હવે કહે છે કેવા છે તે પદાર્થો? ‘પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલા પોતાના અનંતધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી’. પરમાણુ હો કે આત્મા હો, આકાશ હો કે કાળ હો, દરેક દ્રવ્ય પોતાના અનંત ગુણસમૂહને ચુંબે છે. દ્રવ્ય પોતાના ગુણપર્યાયોને અડે છે, પણ પરને અડતું નથી. પોતાના