Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 688 of 4199

 

૧૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૩

મૂર્તિકપણું તો પુદ્ગલનું જ લક્ષણ છે. માટે એ લક્ષણ જો જીવમાં આવી જાય તો જીવ ચૈતન્યમય દ્રવ્ય રહે નહિ, પણ મૂર્ત પુદ્ગલમય જ થઈ જાય. અને તો મોક્ષ થતાં પણ તે પુદ્ગલનો જ મોક્ષ થાય. રંગ-રાગ-ભેદના ભાવ જો આત્માના હોય તો, તેઓ મૂર્તિક હોવાથી, મોક્ષમાં પણ તેઓ રહેશે અને તેથી એનાથી ભિન્ન અન્ય કોઈ ચૈતન્યમય જીવ નહિ રહે. આ પ્રકારે સંસાર અને મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન અન્ય કોઈ ચૈતન્યસ્વરૂપ જીવદ્રવ્ય રહેશે નહિ. અર્થાત્ તેથી જીવનો જ અભાવ થઈ જશે. અહાહા! કેવી વાત કરી છે!

અત્યારે કેટલાક લોકો એમ કહે છે કે વ્યવહારનયનો વિષય જે શુભરાગ છે તેનું આચરણ કરવાથી આત્માને લાભ થાય. પરંતુ ભાઈ, એમ નથી, બહુ ફેર છે. તેઓ કહે છે કે- ગૌતમસ્વામીએ પણ વ્યવહારથી કહ્યું છે ને? (અર્થાત્ ભેદ પાડીને સમજાવ્યું છે ને?) ભાઈ, એ તો ભેદથી સમજાવ્યું છે. તેથી કરીને એ વ્યવહારના આશ્રયથી લાભ થાય અને ધર્મ થાય એમ કયાં કહ્યું છે? વ્યવહારથી તો માત્ર સમજાવ્યું છે. બીજી કઈ રીતે સમજાવે? કેમકે ભેદ પાડીને સમજાવ્યા વિના શિષ્યને સમજમાં આવતું નથી તેથી ભેદ બતાવ્યો છે. પણ ભેદ ત્રિકાળી આત્માની ચીજ છે અને તેનો આશ્રય કરવા યોગ્ય છે એમ નથી. આત્માના અભેદ સ્વભાવમાં ભેદ છે જ નહિ. તેથી તો અહીં ભેદને પુદ્ગલમાં નાખી દીધો છે. આ રંગ-રાગ-ભેદના ભાવો મૂર્તિક પુદ્ગલમય છે. ગજબ વાત! સંસાર-અવસ્થામાં પણ આ ભેદાદિ ભાવો જો જીવના માનવામાં આવે તો સંસાર કે મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન એવું કોઈ શુદ્ધ ચૈતન્યમય જીવદ્રવ્ય ન રહે. અને તેથી જીવનો જ અભાવ થાય. (શુભરાગના આચરણથી આત્માને લાભ-ધર્મ થાય એમ જેઓ માને છે તેઓ પોતાનો-જીવનો જ અભાવ કરે છે).

ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ ત્રિકાળ મહાપ્રભુ છે. એના ચૈતન્યસ્વભાવને પકડવા જતાં ઉપયોગ બહુ સૂક્ષ્મ થાય છે. શુભ ઉપયોગથી તો નહિ, પણ જે મતિ-શ્રુતજ્ઞાનનો ઉપયોગ બહિર્મુખ છે, પરને જાણવામાં પ્રવર્તે છે એનાથી પણ આત્મા જાણવામાં આવતો નથી. અહીં તો જે ઉપયોગ પોતાને પકડે તે સૂક્ષ્મ છે. રંગ-રાગ-ભેદથી ભિન્ન જે પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજ છે તેને જે પકડે તે સૂક્ષ્મ ઉપયોગ છે. આવા સૂક્ષ્મ ઉપયોગથી જ્યારે તે અંદરમાં જાય છે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. ભાઈ! સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી એકરૂપ શુદ્ધ ચિદ્રૂપ આત્મા છે. ઉપયોગને એમાં જ એકાગ્ર કરતાં સમ્યગ્દર્શન થાય છે. આવી વાત છે.

દેહની ક્રિયા, ઇન્દ્રિયોની ક્રિયા અને વાણીની ક્રિયા જડ છે. એ જડ ક્રિયા આત્મા કરે છે એમ માનતાં આત્મા જડ થઈ જાય છે. વળી આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ઇત્યાદિનો જે રાગ છે તે પણ જડ-અજીવ છે, મૂર્ત છે. તેથી એ રાગ જો આત્માનો