Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 691 of 4199

 

સમયસાર ગાથા-૬પ-૬૬ ] [ ૧૭૩

(उपजाति)
निर्वर्त्यते येन यदत्र कििञ्चत्
तदेव तत्स्यान्न कथञ्चनान्यत्।
रुक्मेण निर्वृत्तमिहासिकोशं
पश्यन्ति रुक्मं न कथञ्चनासिम्।। ३८ ।।
(उपजाति)
वर्णादिसामग्ġयमिदं विदन्तु
निर्माणमेकस्य हि पुद्गलस्य।
ततोऽस्त्विदं पुद्गल एव नात्मा
यतः स विज्ञानघनस्ततोऽन्यः।। ३९ ।।

_________________________________________________________________ સુવર્ણ વડે કરાતું (-થતું) હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી, તેમ જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેંદ્રિય, દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતા (-થતાં) હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. અને નામકર્મની પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે તથા અનુમાનથી પણ જાણી શકાય છે કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મપ્રકૃતિઓનાં કાર્ય હોવાથી કર્મપ્રકૃતિઓ પુદ્ગલમય છે એમ અનુમાન થઈ શકે છે.

એવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંહનન-તેઓ પણ પુદ્ગલમય નામકર્મની પ્રકૃતિઓ વડે રચાયાં (-બન્યાં) હોવાથી પુદ્ગલથી અભિન્ન છે; તેથી, માત્ર જીવસ્થાનોને પુદ્ગલમય કહેતાં, આ બધાં પણ પુદ્ગલમય કહ્યાં સમજવાં.

માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચયનયનો સિદ્ધાંત છે. અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [येन] જે વસ્તુથી [अत्र यद् किञ्चित् निर्वर्त्यते] જે ભાવ બને, [तत्] તે ભાવ [तद् एव स्यात्] તે વસ્તુ જ છે [कथञ्चन] કોઈ રીતે [अन्यत् न] અન્ય વસ્તુ નથી; [इह] જેમ જગતમાં [रुक्मेण निर्वृत्तम् असिकोशं] સોનાથી બનેલા મ્યાનને [रुक्मं पश्यन्ति] લોકો સોનું જ દેખે છે, [कथञ्चन] કોઈ રીતે [न असिम्] (તેને) તરવાર દેખતા નથી.

ભાવાર્થઃ– વર્ણાદિક પુદ્ગલથી બને છે તેથી પુદ્ગલ જ છે, જીવ નથી. ૩૮.

વળી બીજો કળશ કહે છેઃ-