પરસ્પર સ્પર્શતાં જ નથી, પણ પરસ્પર સન્નિકટ છે, નજીક છે એટલે સ્પર્શે છે એમ કહેવામાં આવે છે.
હવે ક્ષેત્રથી વાત કરે છે. ‘અત્યંત’ નિકટ એકક્ષેત્રાવગાહરૂપે રહ્યા છે તોપણ જેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, જ્યાં આકાશનો એક પ્રદેશ છે ત્યાં અનંત આત્મા છે. (એક આત્માના અસંખ્યાતમા ભાગના પ્રદેશો એવા અનંત આત્માના અસંખ્યાતમા ભાગના પ્રદેશો આકાશના એક પ્રદેશે છે). અત્યંત નિકટ એકક્ષેત્રે આત્મા રહ્યો હોવા છતાં આકાશને આત્મા અડતો નથી. જ્યાં આકાશ છે ત્યાં આત્મા છે, આત્મા છે ત્યાં આકાશ છે, તોપણ આત્મા પોતાનું ક્ષેત્ર છોડીને આકાશના ક્ષેત્રમાં જતો નથી, અને આકાશ પોતાનું ક્ષેત્ર છોડી આત્મામાં આવતું નથી. આકાશના એક પ્રદેશે અનંત જીવ, અનંત પરમાણુ, ધર્મ, અધર્મ, કાળાણુ, બધાં અત્યંત નિકટ રહેલા છે. તોપણ તેઓ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં જ રહે છે. એક જ ક્ષેત્રમાં ભેગા હોવા છતાં ભિન્ન રહે છે. પરરૂપે નહીં પરિણમવાના કારણે અનંત વ્યક્તિઓ નાશ પામતી નથી. જેટલી ચીજ સંખ્યામાં છે તેટલી સંખ્યામાં કાયમ રહે છે. અનંત પ્રગટતા નાશ પામતી નથી એટલે અનંત વસ્તુ અનંતપણે પોતાની રહે છે. જેટલાં દ્રવ્યો છે તેમાં એક પણ દ્રવ્યનો નાશ થતો નથી. બધાં દ્રવ્યો ટંકોત્કીર્ણ જેવાં છે તેવાં સ્થિત રહે છે, ટાંકણાથી કોતરીને બનાવ્યાં હોય તેવાં શાશ્વતરૂપે રહે છે.
પ્રવચનસાર (ગાથા ૬૭) માં આવે છે કે વિષયો શું કરે? શરીર, વાણી, મન, સારો આહાર ઈત્યાદિ તને શું કરે? એ કાંઈ જીવને વિકાર ઉપજાવે છે? વિષયો તો અકિંચિત્કર છે. એ તને અડતા નથી, તું એને અડતો નથી. વિષયો જીવને રાગ ઉપજાવે છે એમ છે જ નહીં. રાગ તો જીવ પોતે કરે છે તો થાય છે. સુંવાળા માખણ જેવા કોમળ બાળકના શરીરને શું આત્મા ચુંબન કરે છે? અહીં ના પાડે છે. અહીં તો કહે છે કે હોઠ એને અડતોય નથી, અને એથી તને રાગ થાય છે એમેય નથી. રાગ તો તું સ્વયં કરે તો થાય છે. આવી વાત છે, ભાઈ!
વળી ‘સમસ્ત વિરુદ્ધ કાર્ય તથા અવિરુદ્ધ કાર્યના હેતુપણાથી જેઓ હંમેશા વિશ્વને ઉપકાર કરે છે-ટકાવી રાખે છે.’ સમસ્ત વિરુદ્ધ કાર્ય એટલે કે દ્રવ્યની પર્યાયમાં જે ઉત્પાદ, વ્યય છે તે પરસ્પર વિરુદ્ધ છે. ધવલમાં આવે છે કે એક સમયની પર્યાયમાં ઉત્પાદ-વ્યય, ઉપજવું અને વિણસવું એમ બે થાય છે તે વિરુદ્ધ છે જે સમયે દ્રવ્યની વર્તમાન પર્યાય ઉત્પન્ન થાય તે જ સમયે પૂર્વની પર્યાયનો વ્યય થાય છે. ઉત્પાદ તે ભાવરૂપ છે અને વ્યય તે અભાવરૂપ છે. તેથી ઉત્પાદ -વ્યયને વિરુદ્ધ કહેવામાં આવે છે. એમ