સમયસાર ગાથા-૬૮ ] [ ૨૦૩
ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम्।
अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति।। ४३ ।।
वर्णादिमान्नटति पुद्गल एव नान्यः।
रागादिपुद्गलविकारविरुद्धशुद्ध–
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः।। ४४ ।।
_________________________________________________________________
विभिन्नं] જીવથી અજીવ ભિન્ન છે [स्वयम् उल्लसन्तम्] તેને (અજીવને) તેની મેળે જ (-સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે) વિલસતું-પરિણમતું [ज्ञानी जनः] જ્ઞાની પુરુષ [अनुभवति] અનુભવે છે, [तत्] તોપણ [अज्ञानिनः] અજ્ઞાનીને [निरवधि–प्रविजृम्भितः अयं मोहः तु] અમર્યાદપણે ફેલાયેલો આ મોહ (અર્થાત્ સ્વપરના એકપણાની ભ્રાન્તિ) [कथम् नानटीति] કેમ નાચે છે- [अहो बत] એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે! ૪૩.
વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે ‘જો મોહ નાચે છે તો નાચો! તોપણ આમ જ છે’ઃ-
શ્લોકાર્થઃ– [अस्मिन् अनादिनि महति अविवेक–नाटये] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં [वर्णादिमान् पुद्गलः एव नटति] વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે, [न अन्यः] અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ; [च] અને [अयं जीवः] આ જીવ તો [रागादि–पुद्गल– विकार–विरुद्ध–शुद्ध–चैतन्यधातुमय–मूर्तिः] રાગાદિક પુદ્ગલ-વિકારોથી વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.
ભાવાર્થઃ– રાગાદિ ચિદ્દવિકારને (-ચૈતન્યવિકારોને) દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે, કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્યના કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી-મોક્ષ- અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી, જડ છે. ચૈતન્યનો અનુભવ નિરાકુળ છે, તે જ જીવનો સ્વભાવ છે એમ જાણવું. ૪૪.