સમયસાર ગાથા-૬૮ ] [ ૨૦પ
છે અને બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. ત્યાં, ભેદજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ પુરુષે સમ્યગ્જ્ઞાન વડે તે જીવ-અજીવ બન્નેની તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને બન્નેને જુદા જાણ્યા તેથી સ્વાંગ પૂરો થયો અને બન્ને જુદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા. આમ અલંકાર કરીને વર્ણન કર્યું.
સમ્યક્ ભેદવિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગહે નિજભાવ સુદાવૈં;
શ્રી ગુરુકે ઉપદેશ સુનૈ રુ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈં.
તે જગમાંહિ મહંત કહાય વસૈં શિવ જાય સુખી નિત થાવૈં.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં જીવ-અજીવનો પ્રરૂપક પહેલો અંક સમાપ્ત થયો.
હવે એમ કહે છે કે જેમ વર્ણાદિ ભાવો જીવ નથી તેમ એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથીઃ-
અહા! આ ચૌદ ગુણસ્થાનો પણ અજીવ છે. એમાં શુદ્ધ ચૈતન્યનું રૂપ કયાં છે? તેઓ આત્માની જાત કયાં છે? જો તે આત્માની જાતનાં હોય તો સિદ્ધમાં પણ રહેવાં જોઈએ. અહાહા! એક ચિદાકાર વિજ્ઞાનઘનસ્વરૂપ આત્મા છે. તેની અપેક્ષાએ ચૌદેય ગુણસ્થાનોને પુદ્ગલના પરિણામ કહ્યા છે. કેમકે મોહકર્મના ઉદયથી જે આ ગુણસ્થાનો કહ્યાં છે તે જીવ કેમ બને? તેઓને તો નિરંતર અચેતન જ ભાખ્યાં છે. તેથી તેઓ જીવ નથી એમ કહે છેઃ-
આ મિથ્યાત્વાદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે એમ કહે છે. જુઓ, મોહકર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો પડે ને? ભાઈ! અહીં એમ કહેવું નથી. અહીં તો જે ઉદય છે તે કારણ છે અને તેના તરફ વળેલી પોતાની જે વિકારી દશા છે તે કાર્ય છે અને તે બન્ને એક છે એમ કહે છે.
પ્રશ્નઃ– કર્મનો ઉદય આવે તે નિમિત્ત થઈને જ આવે છે અને તેથી જીવને ડીગ્રી ટુ ડીગ્રી વિકાર કરવો જ પડે છે એમ છે કે નહિ?
ઉત્તરઃ– પ્રભુ! એમ ન હોય, ભાઈ! જે કર્મનો ઉદય છે એ તો જડની પર્યાય છે અને જીવની પર્યાયમાં જે વિકારી ભાવ થાય છે એ તો એને અડતોય નથી કારણ કે એકબીજામાં તેમને અન્યોન્ય અભાવ છે. પરંતુ અહીં તો બીજી વાત એ કહેવી છે કે