Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 729 of 4199

 

સમયસાર ગાથા-૬૮ ] [ ૨૧૧

ઉત્તરઃ– બાપુ! ધર્મ કયાં બહારમાં રહ્યો છે? ધર્મની પર્યાય તો ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદ ભગવાનની તરફ ઢળતાં પ્રગટ થાય છે, અને ત્યારે શુભરાગ તો ભિન્ન રહી જાય છે. ભાઈ! જેને ધર્મની પર્યાય-અનુભૂતિ પ્રગટ થાય છે તે ધર્મીને તો એ રાગની પર્યાય પોતાથી ભિન્ન ભાસે છે. અનુભવમાં રાગ આવતો નથી એમ કહે છે. અહાહા! શુભરાગ હોય છે ખરો, પણ એ તો સ્વથી ભિન્ન છે એમ ધર્મી જીવ જ્ઞાન કરે છે. ગજબ વાત છે! યુક્તિ, આગમ અને અનુભવ એમ ત્રણ પ્રકારે રાગાદિ પુદ્ગલ જ છે એમ સિદ્ધ કર્યું છે.

અહીં રાગને પર તરીકે સિદ્ધ કરવો છે. ચૈતન્યસ્વભાવમાં રાગ નથી એમ સિદ્ધ કરવું છે. આત્મા વ્યાપક અને રાગ તેનું વ્યાપ્ય એમ જે આવે છે ત્યાં અપેક્ષા જુદી છે. ત્યાં તો રાગની પર્યાય દ્રવ્યની છે, રાગ દ્રવ્યની પર્યાયના અસ્તિત્વપણે છે, પરને કારણે રાગની ઉત્પત્તિ થઈ છે એમ નથી-એમ સિદ્ધ કરવું છે. જ્યારે અહીં ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના અનુભવમાં રાગ ભિન્ન રહી જાય છે માટે તે ચૈતન્યથી ભિન્ન અચેતન છે એમ સિદ્ધ કરે છેઃ-

પ્રશ્નઃ– તો બન્નેમાંથી સાચું કયું?

ઉત્તરઃ– (અપેક્ષાથી) બન્ને વાત સાચી છે. પર્યાયનું જ્ઞાન પણ લક્ષમાં હોવું જોઈએ. એને પણ જ્ઞાની યથાર્થ જાણે છે. ૧૪ મી ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે-‘સર્વ નયોના કથંચિત્ રીતે સત્યાર્થપણાનું શ્રદ્ધાન કરવાથી જ સમ્યગ્દ્રષ્ટિ થઈ શકાય છે.’ એનો અર્થ એ થયો કે પર્યાયમાં રાગ છે તે ખરી વાત છે. પર્યાય અપેક્ષાએ વિકાર ક્ષણિક સત્ છે. પરંતુ ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મામાં એક સમયનો તે વિકાર વ્યાપ્ત નથી. પુદ્ગલના સંગે થયેલ એક સમયનું કાર્ય, વ્યાપક એવા ચૈતન્યસ્વભાવમાં વ્યાપ્યું નથી.

પ્રશ્નઃ– આ બન્નેમાંથી નક્કી શું કરવું?

ઉત્તરઃ– ભાઈ! રાગ પર્યાયમાં છે અને તે પોતાથી છે એમ જાણમાં લઈને, દ્રવ્ય- સ્વભાવમાં-ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત પ્રભુ આત્મામાં રાગ નથી અર્થાત્ દ્રવ્યસ્વભાવ નિર્વિકાર શુદ્ધ ચૈતન્યમય છે એમ શ્રદ્ધાન કરવું.

ર્ક્તા-કર્મ અધિકારની શરૂઆત કરવી છે તેથી આ વાત અહીં લીધી છે. પહેલી ગાથામાં આવ્યું ને કે-‘પરિભાષણ શરૂ કરીએ છીએ,’ પરિભાષા સૂત્ર એટલે જ્યાં જ્યાં જે જે જોઈએ તે તે ગાથા યથાસ્થાને ત્યાં આવે. સમયસારની આવી જ શૈલી છે. અમૃતચંદ્રાચાર્ય પણ જે ભવિષ્યમાં-આગળ આવવાનું હોય છે તેની વાત પહેલાં કહે છે. જેમકેઃ બંધ અધિકારમાં આવે છે કે પર જીવને જીવાડું કે મારું-એ અધ્યવસાન મિથ્યાત્વ છે, જૂઠું છે. ભગવાને એનો ત્યાગ કરાવ્યો છે તેથી હું માનું છું કે પર જેનો